મોરબીના ગાળા ગામના પાટીયા પાસે કારનું ટાયર ફાટતાં અકસ્માત: ઇજા પામેલા પાંચ વ્યક્તિ સારવારમાં
મોરબીમાં ૨૧ એપ્રિલના ખગોળ દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા અપીલ
SHARE









મોરબીમાં ૨૧ એપ્રિલના ખગોળ દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા અપીલ
આગામી તા ૨૧ એપ્રિલ "ખગોળશાસ્ત્ર દિવસ" છે. "બ્રહ્માંન્ડએ બધું છેજે આપણી આસપાસ છે".ખગોળીય ઘટનાઓની પ્રશ્નોતરી સ્પર્ધામાં ભાગ લેવા માટે આયોજકો દ્રારા અપીલ કરવામાં આવેલ છે.ખગોળશાસ્ત્ર એટલે ફક્ત આકાશ દર્શન નહી પરંતુ લોકો અંતરિક્ષ તરફ જોવા પ્રેરાય તે હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર પ્રેરિત "આર્યભટ્ટ " લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં તા.૨૧ એપ્રિલ એટલે કે 'આંતરરાષ્ટ્રીય ખગોળ શાસ્ત્ર દિવસનાં અનુસંધાને પ્રશ્નોતરી સ્પર્ધાનું આયોજન કરેલ છે.ખગોળશાસ્ત્રએ પૃથ્વી અને તેનાં વાયુમંડળની બહારની એટલે કે અંતરિક્ષની ઘટનાઓના અવલોકન તથા અધ્યયન કરવાનું વિજ્ઞાન છે.
ભારતની પ્રાચીન વિધાપીઠોમાં ખગોળ શાસ્ત્રનો પધ્ધતિસર અને ઉંડો અભ્યાસ કરાવવામાં આવતો હતો.ગ્રહો અને તેની ગતી અને નક્ષત્રો અને અવકાશી ગ્રહો ઉપરથી ગણતરી કરીને ખગોળને લગતી માહીતી એકત્ર કરવામાં આવતી હતી.ગુપ્તયુગના મહાન ખગોળશાસ્ત્રી "આર્યભટ્ટે" સૌ પ્રથમ પ્રતિપાદીત કર્યુ હતુ કે "પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે વિદ્વાનો આને 'અજરભર' કહેતાં.ખગોળવિજ્ઞાન ક્ષેત્રે "આર્યભટ્ટ" નું મહત્વનું યોગદાન છે.તેથી જ ભારતનાં પ્રથમ ઉપગ્રહનું નામ "આર્યભટ્ટ " રાખ્યુ હતું.આંતરરાષ્ટ્રીય ખગોળશાસ્ત્ર દિવસે કેટેગરી મુજબના પ્રશ્નનાં જવાબોનો વિડીયો બનાવી ભાગ લેવા સ્પર્ધા યોજવામાં આવેલ છે જેમા તા.૨૧ સાંજના છ વાગ્યા પહેલા વિડીઓ મોકલવાનો રહેશે.સ્પર્ધકોએ કેટેગરી મુજબ પ્રશ્નના જવાબનો વિડીયો બનાવી મોકલવાનો રહેશે.કેટેગરી જાણવા તેમજ બનાવેલ વિડીઓ મોકલવા માટે એલ એમ.ભટ્ટ અથવા દિપેનભાઈ ભટ્ટના મોબાઇલ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦, ૯૭૨૭૯ ૮૬૩૮૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.
