મોરબીમાં ૨૧ એપ્રિલના ખગોળ દિવસ નિમિત્તે સ્પર્ધાનું આયોજન, ભાગ લેવા અપીલ
મોરબીના ગોર ખીજડીયા ગામે પાણીની મોટર રીપેરતા સમયે શોર્ટ લાગતાં કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
SHARE









મોરબીના ગોર ખીજડીયા ગામે પાણીની મોટર રીપેરતા સમયે શોર્ટ લાગતાં કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાનાં ગોર ખીજડિયા ગામે કૂવામાં પાણીની મોટર રીપેર કરવા માટે શ્રમિક યુવાન ઉતાર્યો હતો ત્યારે કૂવામાં ઉતરેલા શ્રમિકને કોઈ કારણોસર શોર્ટ લાગ્યો હતો જેથી તે કૂવામાં પડતાં તેનું કૂવાના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું અને આ મૃતક યુવાની બોડીને મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમે બહાર કાઢી હતી અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલે બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં મોરબી પાલિકાના ફાયર વિભાગમાં ગોરખીજડિયા ગામના સરપંચ દ્વારા જાણ કરવામાં આવી હતી કે, ગોરખીજડિયા ગામની જેપુર મોરાવાડી વિસ્તારમાં રમેશભાઈ વનુભાઈ ગોરિયાની વાડીમાં કામ કરતો શ્રમિક સુબેસિંગ ઉર્ફે મૂકો ખેરુંભાઈ દેવકિયા (૨૬) મૂળ. રહે. મધ્યપ્રદેશ વાળો વાડીના કુવામાં મોટર રિપેર કરવાં માટે ગયો હતો ત્યારે પાણીમાં ડૂબી ગયો છે. જેથી કરીને ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ત્યાં પહોચી હતી અને કૂવાના પાણીમાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને બે કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો હતો અને બોડીને પીએમ માટે સિવિલ હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં લોકોમાં થઈ રહેલ ચર્ચા મુજબ યુવાન કૂવામાં ચાલુ મોટરે રિપેરિંગ કામ કરી રહ્યો હતો જેથી તેને શોર્ટ લગતા તે યુવાન પાણીમાં પડ્યો હતો અને તેનું મોત નીપજયું છે
દવા પી લેતા સારવારમાં
માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા હનીફ હાસમભાઈ ભટ્ટી (૩૩) નામનો યુવાન કોઈપણ કારણોસર રાખોડિયા વાંઢ વિસ્તારમાં દવા પી ગયો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે, બનાવ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે
