મોરબીના ગોર ખીજડીયા ગામે પાણીની મોટર રીપેરતા સમયે શોર્ટ લાગતાં કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
મોરબીના કલેક્ટરે હથિયાર જમા કરાવવા બહાર પડેલા જાહેરનામાને લઈને હાઇકોર્ટની નોટિસ
SHARE









મોરબીના કલેક્ટરે હથિયાર જમા કરાવવા બહાર પડેલા જાહેરનામાને લઈને હાઇકોર્ટની નોટિસ
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કલેકટર દ્વારા જાહેરનામાઓ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે તે દરમિયાન હથિયાર ધારકોને તેના હથિયાર સ્થાનિક પોલીસ મથકોમાં જમા કરવા માટેનું જાહેરનામુ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તેને મોરબીના યુવા એડવોકેટ દ્વારા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું જેની સુનાવણી બાદ હાઈકોર્ટે મોરબીના કલેક્ટર અને ભારતીય ચૂંટણી પંચને નોટિસ આપેલ છે અને આગામી દિવસોમાં વધુ સુનાવણી રાખવામા આવેલ છે
આગામી તા. ૭ મેના રોજ ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે તેને મતદાન થવાનું છે અને તે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લામાં હથિયાર ધારકો પાસે રહેલા તેઓના હથિયાર સ્થાનિક પોલીસ મથકોમાં જમા કરાવવા માટે થઈને જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું જેથી મોરબીના યુવા એડવોકેટ જયદીપભાઇ પાંચોટિયા દ્વારા કલેકટરના આ જાહેરનામાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યું હતું જેની ગઇકાલે શુક્રવારે સુનાવણી હાથ ધારવામાં આવી હતી જેમાં જસ્ટિસ વૈભવ ડી. નાણાવટીએ મોરબી જિલ્લા કલેક્ટર અને ભારતીય ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા કલેકટર દ્વારા હથિયાર જમા કરાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું અને ૨૦ મી એપ્રિલ સુધીમાં હથિયાર જમા કરાવવાના હતા અને તા ૬/૬/૨૪ સુધી તે હથિયાર પોલીસ સમક્ષ જમા રાખવાના છે તેવી તાકીદ કરી હતી જો કે, કાયદાકીય જોગવાઈ મુજબ પોલીસ સત્તવાળાઓએ હથિયાર જમા લેવા માટેની પ્રક્રિયાઓને અનુસરવી પડે જો કે, કલેક્ટર આ પ્રકારે સીધા કોઈ નિયમના પાલન વગર કે પછી પ્રક્રિયાને અનુસારયા વગર હથિયાર જમા કરાવવા માટે ફરજ પડી શકે નહીં અને લાયસન્સ ધારકે હથિયાર જમા કરાવવાની કોઈ જોગવાઈ આર્મ્સ એક્ટ કે પછી સિઆરપીસીમા નથી તેવી માહિતી મોરબીના યુવા એડવોકેટ જયદીપભાઇ પાંચોટિયાએ આપેલ છે
