મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યનું ગુજરાત સરકારમાં કશું જ ઉપજતું નથી !: મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખનો અણીદાર આક્ષેપ


SHARE

















મોરબીના ધારાસભ્યનું ગુજરાત સરકારમાં કશું જ ઉપજતું નથી !: મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખનો અણીદાર આક્ષેપ

મોરબી પાલિકાના થયેલ ભ્રષ્ટાચારની તપાસ મોરબીના ભાજપના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરીને માંગવામાં આવી હતી જો કે, આજની તારીખે પણ કોઈ તપાસ કરવામાં આવી નથી અને કોઇની સામે પગલાં પણ લેવામાં આવ્યા નથી આટલું જ નહીં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા હજુ પણ ચાલી રહ્યા છે તો પણ પોલીસે પાસેરામાં પૂણી જેટલું કામ કરીને કામગીરી કર્યાનો સંતોષ માની લીધેલ છે અને નાની નાની વાતમાં વિડીયો સામે આવતાની સાથે જ પોલીસ કાર્યવાહી કરેલ છે જો કે, મોરબીના ધારાસભ્યએ શહેરમાં પાંચ કરોડ રૂપિયાનો તોડ થયો હોવાની વાત કરતાં હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં મૂક્યો હતો તો પણ પોલીસે તેને ધ્યાને લઈને કોઈ કાર્યવાહી કરેલ નથી જેથી કરીને મોરબીના ધારાસભ્યનું સરકારમાં કશું જ ઉપજતું નથી તેવો ગંભીર આક્ષેપ મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ જણાવ્યુ છે કે, મોરબી પાલિકાની બોડીને સુપરસીડ કરવામાં આવ્યા બાદ મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય પાલિકાના વહીવટ ઉપર સતત નજર રાખી રહ્યા છે અને થોડા દિવસો પહેલા તેમણે એક વિડીયો મૂક્યો હતો જેમાં જણાવ્યુ હતું કે, મોરબી પાલિકાની ગટરમાં કોથળા, ગાભા, પથ્થર વગેરે જેવી વસ્તુઓ નાખી દેવામાં આવે છે જેના કારણે ગટર ઉભરાતી હોય છે તેવું કહ્યું હતું જો કે, ગટરમાં કોથળા, ગાભા, પથ્થર નાખનાર કોઈ પકડાયેલ નથી ! અને મોરબી પાલિકામાં અગાઉ થયેલ કામગીરી બાબતે ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરીને ઢોર, સ્ટ્રીટ લાઇટ સહિતના મુદ્દાઓને લઈને તપાસની માગણી પણ કરેલી હતી જો કે, સરકારે કોઈ તપાસ કરી હોય તેવું હજુ સુધી સામે આવ્યું નથી ?, કોઇની સામે પગલાં લેવામાં આવેલ નથી ? એટ્લે મોરબીના ધારાસભ્યનુ સરકારમાં કશું જ ઉપજતું ન હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે

આટલું જ નહીં ખુદ ધારાસભ્યએ કહ્યું હતું કે, નગરપાલિકામાંથી લૂંટવા વાળાએ લૂંટી લીધું છે હવે તે લોકોને મોરબી નગરપાલિકાના પગથિયા ભૂલી જવાના છે તો પાલિકાને લૂંટવા વાળાની સામે ધારાસભ્ય કે પછી સરકાર દ્વારા કેમ કોઈ પગલાં લેવામાં આવતા નથી ? અને ખાસ કરીને ધારાસભ્યએ થોડા દિવસ પહેલા મોરબીની આસપાસના વિસ્તારમાં જે સ્પા આવેલા છે તેમાં ગોરખધંધા ચાલે છે તેવો પણ એક વિડીયો મૂક્યો હતો ત્યાર બાદ પોલીસે પાસેરામાં પૂણી જેટલી કામગીરી કરી હતી જો કે, આજની તારીખે પણ સ્પામાં ઘણું વધુ ગેરકાનૂની ચાલી રહ્યું છે તેવું લોકો કહી રહ્યા છે તેમ છતાં ધારાસભ્ય કે પછી પોલીસ તેની સામે કેમ હવે આંખ આડા કાન કરી રહી છે ? અને ધારાસભ્યએ દ્વારા થોડા સમય પહેલા મોરબીમાં કોઈ એક વિષયને લઈને પાંચ કરોડ રૂપિયાનો તોડ થયો હોવાની વાત પણ કરી હતી જે વિડીયો ઘણા બધા સોશિયલ મીડિયામાં છે તો પણ તેની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે કે પછી સરકારે કોઈ પગલાં લીધેલ નથી જેથી મોરબીના ધારાસભ્ય ખાલી વાતો જ કરે છે તેનું સરકારમાં કશું જ ઉપજતું ન હોવાનો ઘાટ મોરબીમાં સર્જાયો છે તેઓ ગંભરી આક્ષેપ કોંગ્રેસનાં જિલ્લા પ્રમુખે કર્યો છે




Latest News