મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી ૩ બાઇકની ચોરીનો ગુનો નોંધાયો


SHARE







મોરબીના લાલપર પાસેથી ૩ બાઇકની ચોરીનો ગુનો નોંધાયો

મોરબી નજીક લાલપર ગામ પાસે હોટલની પાછળના ભાગમાં પાર્કિંગમાંથી સમયાંતરે 3 બાઇકની ચોરી કરવામાં આવી હોવા અંગેની હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાય છે જેથી કરીને પોલીસે ચોરીના ગુનામાં પકડાયેલા ૩ શખ્સો સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત મુજબ મોરબીના લાલપર ગામ પાસે આવેલ વર્ધમાન હોટલની પાછળના ભાગમાં હોટલના પાર્કિંગમાંથી બાઇક ચોરી થઇ હોવાની હાલમાં શરદભાઈ હરિલાલ પરમાર (ઉંમર વર્ષ 29) નામના યુવાને ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે  તેનો બાઇક નંબર જીજે 10 સીજે 5564 તેમજ અન્ય બે ભાગમાં નંબર જીજે 5 એસ.કે 4341 અને જીજે 3 એલકે 0703 આ ત્રણ બાઇકની ચોરી કરવામાં આવે છે જેથી કરીને કુલ મળીને ૬૦ હજાર રૂપિયાની કિંમતના ત્રણ બાઇકની ચોરી કરવામાં આવી હોવા અંગેની ગૌતમ ટપુભાઈ ડાભી, વિકાસભાઈ ભરતભાઇ પનારા અને રાકેશ દેવજીભાઈ મકવાણા નામના થાનના રહેવાસી ત્રણ શખ્સોની સામે હાલમાં ફરિયાદ નોંધાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે આ ત્રણ શખ્સોની સામે અગાઉ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીના ગુના નોંધાઇ ચૂક્યા છે અને હાલમાં તેની સામે ત્રણ બાઈક ચોરી અંગેનો વધુ એક ગુનો નોંધાયો હોય પોલીસે તેને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ બાઈક ચોરી 

હળવદના સરા રોડ ઉપર નંન બંગલોઝ ખાતે રહેતા પરેશભાઈ નારણભાઈ ગડારા (32) નામના યુવાનને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવી છે કે બેંક ઓફ બરોડાની બાજુમાં તેણે પોતાનું બાઇક નંબર જીજે 10 બીસી 2535 પાર્ક કરીને મૂક્યું છે તે 20,000 રૂપિયાની કિંમત બાઈક ચોરી કરી ગયા છે જેથી કરીને પરેશભાઈની ફરિયાદ લઈને હળવદ તાલુકા પોલીસે ચોરને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.






Latest News