વાંકાનેર નજીક બોગસ ટોલનાકા બંધ કરાવવાનો ખાર રાખીને કર્મચારીને માર માર્યો : રિવોલ્વર કે અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારા તાલુકાની શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ એક યુવાનનું મોત-એક સારવારમાં ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ૯૨ મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
Breaking news
Morbi Today

હળવદના રાયસંગપર ગામે પતિએ સરખો જવાબ ન આપતા મહિલા નદીના કાંઠે જઈને ફિનાઇલ પી ગઈ !


SHARE

હળવદના રાયસંગપર ગામે પતિએ સરખો જવાબ ન આપતા મહિલા નદીના કાંઠે જઈને ફિનાઇલ પી ગઈ !

હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતો યુવાન બહાર ગયો હતો અને ત્યાંથી ઘરે પરત આવતા તેના પત્નીએ ક્યાં ગયેલ હતા તેમ પૂછતાં તેનો સરખો જવાબ યુવાને આપ્યો ન હતો જેથી કરીને તે મહિલાને લાગી આવતા તેને ઘરેથી ફિનાઇલની બોટલ સાથે લઈ જઈને નદી કાંઠે પોતાની જાતે ફિનાઈલ પી લીધું હતું જેથી તે મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા કમલેશભાઈ પરમારના પત્ની જ્યોતિબેન કમલેશભાઈ પરમાર જાતે ખવાસ રજપુત (૨૧)એ પોતે પોતાના ઘરેથી ફિનાઇલનો બોટલ સાથે લઈ જઈને નદીના કાંઠે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ જ્યોતિબેનના પતિ કમલેશભાઈ બહાર ગામમાં ગયેલ હતા અને તે ઘરે પરત આવ્યા ત્યારે જ્યોતિબેને તેમને ક્યાં ગયેલ હતા તેવું પૂછ્યું હતું જેનો સરખો જવાબ કમલેશભાઈએ આપ્યો ન હતો જેથી તેઓને મનોમન લાગી આવતા તેણે પોતાના ઘરેથી ફિનાઇલની બોટલ સાથે લીધી હતી અને બાદમાં નદીના કાંઠે જઈને ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને મહિલાનો લગ્ન ગાળો ૯ માસનો છે જેથી કરીને પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની તપાસ ડીવાયએસપી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એન. જેઠવા ચલાવી રહ્યા છે

 અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા અલારખુશા ઈબ્રાહીમશા ફકીર (૬૨) નામના વૃદ્ધ વીસીપરામાં આવેલ બિલાલી મસ્જિદે નમાજ પઢીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે પાછળથી કોઈ બાઇક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં વૃદ્ધને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે આ બનાવની પ્રાથમિક તપાસ અશોકભાઈ સારદિયા દ્વારા કરવામાં આવેલ છે
Latest News