મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં સ્કૂટરની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં છારા ગેંગના વધુ એકની ધરપકડ


SHARE













મોરબીમાં સ્કૂટરની ડેકીમાંથી ૧.૫૯ લાખની ચોરીના ગુનામાં છારા ગેંગના વધુ એકની ધરપકડ

મોરબીના નવા ડેલા રોડ ઉપર ઘાંચી શેરીના નાકા પાસે એકટીવા વેપારીએ મૂક્યું હતું જે એકટીવાની ડેકીમાંથી રોકડા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા વેપારીની ફરિયાદ લઈને પોલીસે આરોપીઓને પકડવામાં તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્ક શેરી નં-૧ માં રહેતા અને મોરબીના તખ્તસિંહજી રોડ ઉપર દુકાન ધરાવતા વેપારી જમનાદાસ સુગારામ ગુવાલાણી જાતે સિંધી (૭૦) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કેગત તા.૫/૪ ના રોજ બપોરે ૩:૩૦ વાગ્યાના અરસામાં મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ઘાંચી શેરીના પાસે તેણે પોતાનું એકટીવા નંબર જીજે ૩૬ કયું ૫૦૨૨ પાર્ક કરીને મૂક્યું હતું અને ગણતરીની મિનિટોના એકટીવાની ડેકી તોડીને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા રોકડા રૂપિયા ૧.૫૯ લાખની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ વેપારી દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે અગાઉ આ ગુનામાં આરોપી સુજીતભાઈ નારજીભાઈ ઈન્દ્રેકર અને ચેતન ઉર્ફે ચિંટુ વિજયભાઈ ઘમંડે ની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ એક શખ્સની સંડોવણી સામે આવી હતી જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના મહિલા પીએસઆઇ પી.આર.સોનારા દ્વારા આ કેસમાં લક્ષ્મણ પુંજાભાઈ ગાગડકે (૪૫) રહે. કુબેરનગર છારાનગર નવખોડી અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને રાબેતા મુજબની આગળની તપાસ હાથ ધરી હતી.

બાળક સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ પાસેની શ્યામ રેસીડેન્સીમાં રહેતા પરિવારનો રામદેવ મનજીભાઈ મીના નામનો ત્રણ વર્ષનો બાળક પગથિયું ભૂલી જતા પી ગયો હતો જે બનાવમાં તે ઇજાગ્રસ્ત થયો હતો.જેથી તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જેથી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા પીનલ ચંદુલાલ વાંસઝાડિયા (ઉમર ૩૧) વાળાઓ બાઈકમાં જતા હતા.ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું.આ બનાવમાં તેઓને ઈજાઓ થતા તેને અહિંની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ થતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી




Latest News