ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે પોલીસ જવાનના માતા-પિતાના સજોડે આપઘાતના ગુના રાજકોટના એક વ્યાજખોરની ધરપકડ: એકની શોધખોળ


SHARE







ટંકારાના છતર ગામે પોલીસ જવાનના માતા-પિતાના સજોડે આપઘાતના ગુના રાજકોટના એક વ્યાજખોરની ધરપકડ: એકની શોધખોળ

ટંકારા તાલુકાના છતર ગામે પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા પીને દંપતીએ આપઘાત કર્યો હતો અને વ્યાજખોરના ત્રાસના કારણે આ દંપત્તિએ અંતિમ પગલું ભર્યું હોવાની માહિતી જે તે સમયે મૃતકના પોલીસ બેડામાં ફરજ બજાવતા દીકરાએ પોલીસને આપી હતી ત્યાર બાદ હાલમાં મૃતકના દીકરાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટમાં રહેતા બે વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં એક આરોપીને પકડીને પોલીસે કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજકોટ જિલ્લાના હડાળા તાલુકાના મૂળ રહેવાસી અને હાલમાં રાજકોટમાં આવેલ ભક્તિસાનિધ્ય ૮૦ ફૂટ રીંગ રોડ મટુકી રેસ્ટોરન્ટ ફ્લેટ નં-૬૦૩ માં રહેતા મિલનભાઈ નિલેશભાઈ ખુંટ જાતે પટેલ (૨૫)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ રાવતભાઈ મારું જાતે આહિર અને દિવ્યેશભાઈ આહીર માધવ ઇલેક્ટ્રોનિક્સ રહે. બંને રાજકોટ વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યું હતું કેઆરોપીઓ ગેરકાયદેસર નાણા વ્યાજે આપતા હતા અને ફરિયાદીના પિતા નિલેશભાઈ ખૂટને ધંધા અર્થે રૂપિયાની જરૂર પડતા તેણે અશ્વિનભાઈ પાસેથી ચાર લાખ રૂપિયા તેમજ દિવ્યેશભાઈ પાસેથી ૫૦,૦૦૦ રૂપિયા ૩ ટકાના વ્યાજ લેખે લીધેલા હતા અને આરોપીઓ અવારનવાર ફોન કરીને તેમજ રૂબરૂ મળીને પૈસાની તથા વ્યાજની ઉઘરાણી કરતા હતા અને ધામ ધમકી આપતા હતા અને માનસિક ત્રાસ આપતા હતા જેથી કરીને ફરિયાદીના માતા પિતાએ ટંકારા તાલુકાના છતર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા પાસે પઠાણી વ્યાજની ઉઘરાણીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને ગત તા. ૩૦/૪/૨૪ ના રોજ ફરિયાદીના માતા અને પિતાનું મોત નીપજ્યું હતું જેથી કરીને પઠાણી વ્યાજની ઉઘરાણી કરીને ફરિયાદીના માતા-પિતાને મરવા મજબૂર કરનારા બંને વ્યાજખોરોની સામે મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આઈપીસી કલમ ૩૦૬,૫૦૬,૫૦૭ તથા ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ ૨૦૧૧ ની કલમ ૫૩૩(૩)૪૦૪૨ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ ગુનામાં ટંકારાના પીએસઆઇ એમ.જે. ધાંધલે હાલમાં એક આરોપી દિવ્યેશભાઈ પરબતભાઇ ડવ જાતે આહીર (૪૦) રહે. સુખરામનગર શેરી નંબર-૫ રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, આ ગુનામાં હજુ આરોપી અશ્વિનભાઈ રાવતભાઈ મારું જાતે આહિરને પકડવાનો બાકી છે જેથી કરીને તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

કાર ડિવાઈડરમાં અથડાઇ

મોરબી તાલુકાના ગાળા ગામે સ્વામિનારાયણ નગરમાં રહેતા હર્ષદ કાંતિલાલ કુંડારીયા (૩૫) નામનો યુવાન સોખડા ગામના પાટીયા પાસેથી કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં હર્ષદને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ સ્થાનિક પોલીસ કર્મચારીને સોંપાઇ છે






Latest News