મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે રહેતી મહિલાએ ફિનાઈલ પી લેતા સારવારમાં


SHARE











મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે રહેતી મહિલાએ ફિનાઈલ પી લેતા સારવારમાં

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે રહેતી મહિલાએ ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે રહેતા કોમલબેન અશોકભાઈ ચૌહાણ (૨૭) નામની મહિલાએ પોતે પોતાની જાતે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મહિલાનો લગ્ન ગાળો સાત વર્ષનો છે જોકે તેને કયા કારણોસર પગલું ભરેલ છે તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ ફેમસ સિરામિક સામે બાવળની જાળીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દોઢસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જતો કબજે કર્યો હતો અને આરોપી વિનુભાઈ કાળાભાઈ સરવૈયા (૪૩) રહે ગુંદાખડા તાલુકો વાંકાનેર અને અરવિંદભાઈ મેઘાભાઈ પરમાર (૨૫) રહે રફાળેશ્વર મચ્છુનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી પ્રવીણભાઈ કોળી રહે વીરપર તાલુકો વાંકાનેર વાળાનું નામ સામે આવ્યું હોય તેની ધરપકડ કરી લેવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News