મોરબીના અણિયારી પાસે આર.કે. ઇન્ટરનેશનલના વાડામાંથી ૬,૬૫૦ કિલો લોખંડના સળિયા સાથે ત્રણ શખ્સની અટકાયત
મોરબીમાં મોર્નિંગ વોકમાં ગયેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
SHARE
મોરબીમાં મોર્નિંગ વોકમાં ગયેલા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઋષભનગરમાં રહેતા વૃદ્ધ સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા ત્યારે ડી-માર્ટ પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને છાતીનો દુખાવો ઉપડ્યો હતો અને તેમનું હાર્ટ એટેકથી મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વર્તમાન સમયમાં જુદા જુદા વિસ્તારોની અંદર યુવાનથી લઈને વૃદ્ધ સુધીના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે અને હાર્ટ એટેકના બનાવો છેલ્લા દિવસોમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે તેવામાં જો આજની વાત કરીએ તો રવિવારે સવારે મોરબીને સામાકાંઠા વિસ્તારમાં આવેલ રૂષભનગરમાં રહેતા ચંદુભાઈ ભગવાનજીભાઈ ઠેસિયા (૬૬) મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ફલોરા પાસે આવેલ ડી-માર્ટના શોરૂમ પાસેથી ચાલીને મોર્નિંગ વોકમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેમનું મોત નીપજયું હતું અને હાર્ટ એટેકના કારણે વૃદ્ધનું મોત થયું હોય આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી છે
મહિલા સારવારમાં
મોરબીના લીલાપર ગામે રહેતા મોનિકાબેન રવિભાઈ પાટડીયા (૨૪) નામની મહિલાએ પોતે પોતાના ઘરે હતી ત્યારે પોતાના હાથે બ્લડ વડે ચેકા મારી લીધા હતા જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવી હતી