ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના ફડસર નજીક ખેતરના રસ્તેથી બાઈકની ચોરીના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE

















મોરબીના ફડસર નજીક ખેતરના રસ્તેથી બાઈકની ચોરીના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

મોરબી તાલુકાનાં ફડસરથી ઝીંઝુડા વચ્ચે આવેલ ખેતરના રોડ ઉપર જવાના રસ્તે યુવાને બાઇકને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની ચોરી કરવામાં આવી હતી આ ગુનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ જોડિયા તાલુકાના જામ દુધઈ ગામે રહેતા નિકસનભાઈ લક્ષ્મણભાઈ માખેલા જાતે બોરીચા (૨૮) નામના યુવાને બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, ફડસરથી ઝીંઝુડા વચ્ચે આવેલ ખેતરના રોડ ઉપર જવાના રસ્તે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ કે ૦૭૨૧ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા ૧૮,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ કરેલ હતા તેવામાં મોરબી જિલ્લા એલસીબીની ટિમે ત્રણ શખ્સોની ચોરાઉ ચાર વાહન સાથે એટકાયત કરી હતી અને આ શખ્સોની પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી થયેલ વાહન ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી ત્યારે બાદ આ આરોપીઓની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ફડસર નજીક થયેલ બાઇક ચોરીના ગુનામાં આરોપી રફીકભાઇ હારૂનભાઇ મિયાણા (૨૫) રહે. કાજરડા, સલમાન પીરની દરગાહ પાસે માળીયા, હનીફ દોષમામદ મિંયાણા (૨૫) રહે. કાંજરડા સરકારી સ્કુલની બાજુમાં માળીયા અને અકબર ઉર્ફે અકુડો અબ્દુલભાઇ મિયાણા (૨૦) રહે. નવા અંજીયાસર માળીયા વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી તેવી માહિતી ફિરોજભાઈ સુમરા પાસેથી જાણવા મળેલ છે

ફિનાઈલ પી લીધું
મોરબી તાલુકાના ગામે રહેતા લક્ષ્મીબેન અમૃતલાલ પરમાર (૪૨) નામના મહિલાએ ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી
 

ફિનાઇલ પીધું
મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ જોન્સનગરમાં રહેતા રીનાબેન ઈમરાનભાઈ (૨૫) નામની મહિલાએ પોતે પોતાની જાતે ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલે તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી




Latest News