મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળી જઈને યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE

















મોરબીમાં કેન્સરની બીમારીથી કંટાળી જઈને યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ત્રાજપર વિસ્તારમાં રહેતા ભરવાડ યુવાને તેના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું અને આ બનાવની પોલીસમાં જાણ થતા પોલીસે નોંધ કરીને તપાસ હાથ ધરતા સામે આવ્યુ હતુ કે મૃતકને કેન્સરની બીમારી હોય અને તે બીમારીથી કંટાળી ગયો હોય તેણે અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નિપજેલ છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ત્રાજપર વિસ્તારમાં રહેતા રવિભાઈ લાલજીભાઈ બાંભવા જાતે ભરવાડ નામના ૨૬ વર્ષના યુવાને તેના ઘરે તા.૭-૫ ના રાત્રી દરમિયાન ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ બાદ મૃતકના ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હોસ્પિટલના તબીબો દ્વારા બનાવની પોલીસને જાણ કરાઈ હતી.જેથી પોલીસે આ બનાવની નોંધ કરી હોય અને આ કેસની તપાસ જે.જે.ડાંગર ચલાવી રહ્યા હોય તેઓ સાથે વાત કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, મૃતક રવિભાઈ બાંભવાને છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી હતી અને તેની દવા ચાલુ હતી જોકે તેઓ બીમારી અને દવાથી કંટાળી ગયા હોય તેઓએ અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત નીપજેલ છે.

ભાઈએ માર માર્યો
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા દેવકરણભાઈ માલાભાઈ (૩૫) નામના યુવાનને તે મોરબીના લાલતર ગામ પાસે આવેલ સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ભાઈ રસિકભાઈએ ધોકા પડે માર મારતા ઈજા થતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે  




Latest News