મોરબીના ફડસર નજીક ખેતરના રસ્તેથી બાઈકની ચોરીના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ
મોરબીના શનાળા-ઘુનડા રોડ ઉપર પુરપાટ જતી ઇનોવાકારે સામેથી બાઇકને હેડફેટ લેતા કાકાનું મોત ભત્રીજી સારવારમાં
SHARE









મોરબીના શનાળા-ઘુનડા રોડ ઉપર પુરપાટ જતી ઇનોવાકારે સામેથી બાઇકને હેડફેટ લેતા કાકાનું મોત ભત્રીજી સારવારમાં
મોરબીના શનાળા-ઘુનડા રોડ ઉપરથી ડબલ સવારીમાં સતવારા યુવાન પોતાની ભત્રીજી સાથે બાઈક લઈને જતો હતો.ત્યારે સામેથી બેફામ ગતિએ આવતી ઇનોવા કારના ચાલકે તેઓના બાઈકને સામેના ભાગેથી હડફેટે લીધું હતું. ધડાકાભેર થયેલા આ અકસ્માતમાં ઇનોવા કારની આગળની એરબેગ પણ ખુલી ગઈ હતી.જે ઉપરથી તે કારની ગતિ કેટલી હશે..? તે નક્કી કરી શકાય તેમ છે અને આ ગોઝારા અકસ્માત બનાવમાં શરીરના ભાગે થયેલી ગંભીર ઇજાઓના પગલે સથવારા યુવાનનું મોત નિપજયુ હતું અને તેની સાથે રહેલી તેની દશ વર્ષની ભત્રીજીને પગના ભાગે ફેક્ચર તથા મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હોય હાલ મૃતકના મોટા ભાઈએ ઇનોવા ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હાલમાં રમેશભાઈ બેચરભાઈ ડાભી જાતે સતવારા (ઉમર ૩૫) રહે.સભારાની વાડી ઘુનડા રોડ રવાપર તા.મોરબી વાળાએ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ઇનોવા કાર નંબર જીજે ૩૬ એલ ૫૩૧૦ ના ચાલકે બેફામ ગતિએ પોતાની ઇનોવા ચલાવીને મોરબીના શનાળા-ઘુનડા રોડ ઉપર આવેલા આર્યગ્રામ સોસાયટી નજીકથી પસાર થઈ રહેલ તેમના ભાઈ મનસુખભાઇ બેચરભાઈ ડાભી સતવારા (ઉંમર ૩૨) રહે.સભારાની વાડી ઘુનડા રોડ ના બાઈકને હડફેટે લીધું હતું.આ અકસ્માત વેળાએ ફરિયાદી રમેશભાઈ ડાભીની પુત્રી રાજેશ્વરીબેન રમેશભાઈ ડાભી (ઉંમર વર્ષ ૧૦) પણ મોટરસાયકલમાં સાથે હતી.અકસ્માતમાં ઇનોવાના આગળના ભાગે તેમજ બાઈકમાં સંપૂર્ણ નુકસાની થઈ હતી અને ઇનોવા કારની એરબેગ પણ ખુલી ગઈ હતી.આ અકસ્માત બનાવમાં ફરિયાદીના નાના ભાઈ મનસુખભાઈ બેચરભાઈ ડાભીનું મોત નીપજ્યું હતું.જ્યારે રાજેશ્વરીબેનને જમણા પગના ભાગે ફેક્ચર તથા મોઢાના ભાગે ઇજાઓ પહોંચી હતી.જેથી સારવારમાં ખસેડાયેલ છે.હાલ મૃતક મનસુખભાઈ ડાભીના મોટાભાઈ રમેશભાઈ બેચરભાઈ ડાભીની ફરિયાદ લઈને ઉપરોક્ત નંબરની ઇનોવા કારના ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવેલ છે.જેની આગળની તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એસ.સોંદરવા ચલાવી રહ્યા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.
અત્રે નોંધનીય છે કે બેફામ ગતિએ કાર ચલાવનાર ઇસમની બેદરકારીના લીધે કામ સબબ જઈ રહેલા કાકા-ભત્રીજી અકસ્માતનો ભોગ બન્યા હતા.જેમાં કાકા મનસુખભાઇ ડાભીનું મોત નિપજયુ હતુ અને ભત્રીજી રાજેશ્વરીને હાલ સારવારમાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.ટ્રાફિક શાખા દ્વારા બેફામ ગતિએ દોડતા વાહનો ઉપર ગતિ નિયંત્રણ અનિવાર્ય બનેલ છે અન્યથા આ રીતે કોઈના કોઈ પરિવારનો માળો પીંખાતો રહેશે.
દવા પી ગયેલ યુવાન સારવારમાં
જામનગરના જોડિયા તાલુકાના બોડકા ગામે રહેતો વિજય રમણભાઈ બારીયા નામનો ૨૫ વર્ષનો યુવાન તા.૬-૫ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં બોડકા ગામે કોઈ ઝેરી દવા પી ગયો હોય તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી હતી અને તેઓએ લીધેલા નિવેદનમાં સામે આવ્યું હતું કે, વિજયભાઈને તેના પિતાએ ખેતરમાં પાણી વાળવા જવા કહ્યું હતું જો કે તે ગયો ન હોય તે બાબતે તેના પિતાએ ઠપકો આપ્યો હતો.આ નજીવી બાબતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..!હાલ આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે જોડિયા પોલીસને જાણ કરવામાં આવેલ છે.
