મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી દરબારગઢ સ્વામીનારાયણ મંદિરે ઉજવાશે દિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ


SHARE









મોરબી દરબારગઢ સ્વામીનારાયણ મંદિરે ઉજવાશે દિવ્ય શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ

મોરબી શહેરના આંગણે શ્રી નરનારાયણદેવ ગાદી સંસ્થા સંચાલિત દરબારગઢ સ્વામીનારાયણ મંદિરમાં બિરાજમાન સર્વાવતારી મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૭-૫ થી ૨૩-૫ સુધી આ મહોત્સવ ચાલશે

આ મહોત્સવના અંતર્ગત સપ્તદિનાત્મક શ્રીમદ્ સત્સંગિજીવન કથાપારાયણનું આયોજન કરવામાં આવશે, જેમાં મુળીધામના આભૂષણ સમા વિદ્વત્વર્ય ધર્મજીવનદાસજી સ્વામી વ્યાસાસને બિરાજી સ્વરસંગીત સાથે કથાનો દિવ્ય લાભ આપશે. તેમજ આ કથાપારાયણ દરમિયાન શ્રી હરિ પ્રાગટ્યોત્સવ, વિવિધ અભિષેક ઉત્સવ, ત્રિદિનાત્મક શ્રીહરિ યાગ, અખંડ ધૂન, ગાદિપટ્ટાભિષેક, રાસોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ, યુવામંચ, મહિલામંચ, કિર્તનસંધ્યા, મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ જેવા આયોજનમાં ધર્મપ્રેમી જનતાને પરિવાર સાથે પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે અને આ કથા પારાયણમાં પધારેલા સર્વે હરિભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખેલ છે.આ દિવ્ય મહોત્સવનુ સ્થળ સનસિટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર રોડ રાખવામા આવેલ છે




Latest News