મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જવાનું કહીને નીકળેલ પરણિતા ગુમ


SHARE







મોરબીમાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જવાનું કહીને નીકળેલ પરણિતા ગુમ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામના સીરામીક સીટી વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના ધ્રોલના રહેવાસી યુવાનના પત્ની ઘરેથી 'બ્યુટી પાર્લરમાં જાવ છું' તેમ કહીને નીકળ્યા બાદ ગુમ થઈ ગયા હોય યુવાને હાલ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરીને ગુમ થયેલ પરણીતાને શોધવા તજવીજ શરૂ કરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ જામનગરના ધ્રોલના વતની અને હાલ મોરબીના વાંકાનેર હીઇવે ઉપર આવેલ લાલપર ગામ નજીકના સીરામીક સીટી વિસ્તારમાં રહેતા ધવલભાઇ દિનેશભાઈ પંડ્યા જાતે બ્રાહ્મણ નામના ૩૩ વર્ષના યુવાને પોલીસ મથક ખાતે આવીને જાહેર કર્યુ હતુ કે તેઓના પત્ની વંદનાબેન ધવલભાઈ પંડ્યા (ઉમર ૨૯) વાળા ગત તા.૪-૫ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં ઘરેથી બ્યુટી પાર્લરમાં જાઉં છુ તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં મોડે સુધી પરત ન આવતા ઘરમેળે તપાસ કરવામાં આવી હતી છતાં વંદનાબેનનો કોઈ અતોપતો લાગ્યો ન હતો.અંતે ગઈકાલે ધવલભાઇ દ્રારા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા ગુમસુધા નોંધ દાખલ કરવામાં આવેલ છે.જેની આગળની તપાસ જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

પગપાળા જતા વૃદ્ધને બાઇક ચાલકે હડફેટ લેતા સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા કરશનભાઈ વીરાભાઇ મકવાણા નામના ૭૪ વર્ષના વૃદ્ધ મોરબીના સામાકાંઠે આવેલા નજરબાગ રોડ ઉપર રેલ્વે ફાટક પાસેથી પગપાળા જઈ રહ્યા હતા ત્યારે ત્યાં કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટે લીધા હતા.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં કરશનભાઈ મકવાણાને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્ત બનાવની જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ તજવીજ શરૂ કરવામાં આવી છે.

ફીનાઇલ પી જતા સગીરા સારવારમાં

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની દિવ્યાબેન અશોકભાઈ વરાણીયા નામની ૧૬ વર્ષની સગીરા તેના ઘરે ફીનાઇલ પી ગઈ હતી.જેથી તેણીને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.હોસ્પિટલમાં સારવાર શરૂ કર્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં આ બાબતે જાણ કરવામાં આવતા પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી.જેમાં સામે આવ્યું હતું કે દિવ્યાબેનએ ભૂલથી ફિનાઈલપી લીધું હતું.!






Latest News