મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન વાંકાનેર એસટી ડેપો ખાતે વ્યસન મુકિત માટે સીટી ડેન્ટલ હોસ્પિટલના સહયોગથી કેમ્પ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે કેશવેશ્વર મહાદેવ મંદિરના ઝીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કરાયુ વાંકાનેરના નવા રાજાવડલા ગામે જુગાર રમતા નવ શખ્સ પકડાયા વાંકાનેરમાં પાલિકાના રોજમદાર કર્મચારીને લાફો ઝીકિને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરનાર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ભૂંડ પકડવાની વાતનો ખાર રાખીને ત્રણ વ્યક્તિને પાઇપ-ધોકાથી માર મારનાર ચાર હુમલાખોરની ધરપકડ


SHARE













મોરબીના રફાળેશ્વર ગામે ભૂંડ પકડવાની વાતનો ખાર રાખીને ત્રણ વ્યક્તિને પાઇપ-ધોકાથી માર મારનાર ચાર હુમલાખોરની ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ વરૂડી ચેમ્બરમાં બાપા સીતારામ કાંટા પાસે ત્રણ વ્યક્તિઓ ઉપર ભૂંડ પકડવા બાબતે બોલાચાલી કરીને ચાર શખ્સો દ્વારા લાકડી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્રણેય વ્યક્તિઓને માર મારવામાં આવ્યો હતો તેમજ આ વિસ્તારમાં ભુંડ પકડવા માટે આવશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ વાદીપરામાં રહેતા અને ભૂંડ પકડવાનું કામ કરતા દેવાસીંગ ઉર્ફે કલ્લુસિંગ પ્રતાપસિંગ ડાંગી જાતે શીખ સરદારજી (૨૮)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જગદીશસિંગ રામસિંગ ડાંગી રહે. નર્મદા હોલ પાસે શિવ સોસાયટી કાલિકા પ્લોટ મોરબી, સન્નીસિંગ મોહનસિંગ બાવરી રહે. લીલપર રોડ મોરબી, પ્રીતમસિંઘ ગુરુમુખસિંગ ટાંક રહે. સર્કિટ હાઉસ સામે મોરબી અને તિલકસિંગ ચંદાસીંગ ટાંક રહે. ટિંબડી પાટીયા મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદી તેમજ તેની સાથે સતપાલસિંગ અને બલરામસિંગ આ ત્રણેય વ્યક્તિઓએ ભૂંડ પકડેલ હતા અને તે ભૂંડ વજન કાંટો કરીને મોટી ગાડીમાં ભરવા માટે થઈને આરોપી તિલકસિંગ ચંદાસીંગ ટાંકને ફોન કર્યો હતો અને પોતાની ગાડીમાં ભૂંડ ભરી કાંટો કરાવવા માટે ગયા હતા ત્યારે રફાળેશ્વર ગામ નજીક આવેલ વરૂડી ચેમ્બરમાં આવેલ બાપાસીતારામ કાંટા પાસે ચારેય આરોપીઓ હાજર હતા અને તેઓ ફરિયાદી તથા તેની સાથે રહેલા વ્યક્તિઓને ગાળો દેતા હતા જેથી કરીને ગાળો દેવાનીના પાડી હતી.

જેથી કરીને દેવાસીંગે પાઇપ વડે હુમલો કર્યો હતો જ્યારે તેની સાથે રહેલા અન્ય ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે માર્યો હતો જેથી કરીને ફરિયાદી સહિત ત્રણેય વ્યક્તિઓને ઈજા થઈ હતી અને આરોપીઓએ ફરી વખત પોતાના વિસ્તારમાં ભૂંડ પકડવા આવશે તો તેને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં તાલુકા પોલીસ મથકના એ.એમ. જાપડીયા દ્વારા આરોપી જગજીતસિંગ ઉર્ફે જગદીશસિંગ ઉર્ફે જગુસિંગ રામસિંગ ડાંગી જાતે સરદાર (૩૫) રહે. કાલિકા પ્લોટ નર્મદા હોલ પાસે મોરબી. શનિસીંગ મોહનસિંગ ચીખલીગર જાતે સરદાર (૩૨) રહે. લીલાપર રોડ ગૌશાળા પાસે મોરબી, પ્રીતમસિંગ ગુરૂમુખસિંગ ટાંક જાતે સરદાર (૨૦) રહે. માળિયા ફાટક નજીક સર્કિટ હાઉસ સામે મફતપરા વિસ્તાર સામાકાંઠે મોરબી, તિલકસિંહ ચંદાસીંગ ટાંક જાતે સરદાર (૩૬) રહે. ટિંબડી તાલુકો જીલ્લો મોરબી વાળાઓની ધરપકડ કરવામાં આવી છે.

બાઇક સ્લીપ થતા ઘવાયેલ યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસની સામે આવેલ વિદ્યુતનગર વિસ્તારમાં રહેતા વિક્રમભાઈ બાબુભાઈ ચૌહાણ નામના ૩૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે ગત તા.૫ ના રોજ સવારના ૯:૩૦ વાગ્યાના અરસામાં વિક્રમભાઈ ચૌહાણ બાઇક લઈને જતા હતા ત્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ જુની કુબેર ટોકીઝ નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જેમાં તેમને ઇજાઓ થવાથી સારવારમાં ખસેડાયા હતા અને બનાવની જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યા છે.








Latest News