મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદ યાર્ડ સામે ટ્રેન આડે પડતું મૂકતા યુવાનનું કમકમાટીભર્યુ મોત


SHARE









હળવદ યાર્ડ સામે ટ્રેન આડે પડતું મૂકતા યુવાનનું કમકમાટીભર્યુ મોત

 

હળવદ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતી રેલ્વે લાઈન ઉપર ટ્રેન આડે ઝંપલાવીને યુવાને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ આનંદ બંગલોઝ ખાતે રહેતા ભૌમિકભાઇ અલ્પેશભાઈ પટેલ (ઉમર ૨૩) નામના યુવાને હળવદ માર્કેટયાર્ડ સામેથી પસાર થતી રેલ્વે લાઈન ઉપરથી પસાર થઈ રહેલ ટ્રેન આડે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતકના પરિવરજન સંદીપભાઈ પ્રવીણભાઈ રાછડીયા જાતે પટેલ (ઉમર ૩૭) રહે. આનંદપાર્ક હળવદ વાળાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના કે.એન.બાવળીયા ચલાવી રહ્યા છે અને યુવાને ક્યા કારણોસર આ અંતિમ પગલું ભર્યું છે તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. વધુમાં તપાસ અધિકારી કનુભાઈ બાવળીયા સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે, મૃતક યુવાન મૂળ રાણેકપર ગામનો વતની છે અને હાલ હળવદ યાર્ડમાં તેના સગાને ત્યાં નોકરીનું કામકાજ કરતો અને હળવદ ખાતે રહેતો હતો અને સાથેસાથે ક્રિકેટની ટુર્નામેન્ટ રમાડવાનું કામ કરતો હતો.દરમિયાનમાં તેણે ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નિપજયુ હતું.

વૃદ્ધાનું મોત

મોરબીના રામકૃષ્ણનગર શેરી નં-૫ માં રહેતા પદમાબેન રામજીભાઈ રાઠોડ (૬૦) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર તેનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વૃદ્ધાના મોતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ.મકવાણા દ્વારા કરવામાં આવી હતી.




Latest News