વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

ઘર સાફ કરી નાખ્યું !: મોરબીના મકનસર ગામેથી યુવતી રોકડા-દાગીના લઈને ગુમ !


SHARE

















ઘર સાફ કરી નાખ્યું !: મોરબીના મકસર ગામેથી યુવતી રોકડા-દાગીના લઈને ગુમ !

મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા પરિવારની યુવતી ઘરેથી કોઈને કશું કહ્યા વગર ગુમ થઈ ગયેલ છે અને ઘરેથી યુવતી ગઈ ત્યારે સાત લાખ રૂપિયાની રોકડ અને સોનાના દાગીના સાથે લઈ ગઈ હોય જે બનાવ અંગેની ગુમ થયેલ યુવતીના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે અને ગુમસુધા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી કરીને પોલીસે તેની નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે ભક્તિનગર સોસાયટીમાં રહેતા રામજીભાઈ ચકુભાઈ ભોરણીયા જાતે પ્રજાપતિ (૪૪)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની દીકરી અંકિતા રામજીભાઈ ભોરણીયા જાતે પ્રજાપતિ (૨૦) ઘરે કોઈને કશું કહ્યા વગર રાત્રિના અઢી વાગ્યાના અરસામાં કોઈ અજાણી કારમાં કમલેશ ઉર્ફે ટીકટોક નામના શખ્સની સાથે ચાલી ગઈ હોય અને તે ગુમ થયેલ છે તે પ્રકારની ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને પોલીસે ગુમસુધા નોંધ કરીને ગુમ થયેલ યુવતીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ ગુમ થયેલ યુવતીના પરિવારજનોના કહેવા પ્રમાણે યુવતી ઘરેથી ગઈ ત્યારે તેના ઘરમાંથી સાત લાખ જેવી રોકડ રકમ તેમજ સોનાના દાગીના સાથે લઈને ગયેલ છે જેથી કરીને પોલીસે ગુમ થયેલ યુવતીને શોધવા માટે થઈને જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

મહિલા સારવારમાં

જોડિયા તાલુકાના ભીમકટા ગામે રહેતા કાંતાબેન સુરેશભાઈ વેકરીયા (૩૨) નામની મહિલાને તે ઘરે હતી ત્યારે તેના ઘરવાળા તથા સાસુ તેમજ સસરાએ ધોકા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જો કે, બનાવ જોડિયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના પીપળી ગામે રહેતા ઘનશ્યામસિંહ ઝાલા (૪૫) નામનો યુવાન સાયકલ લઈને મોરબીના જેતપર રોડ ઉપર જૂની પીપળી ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ઘનશ્યામસિંહને હાથે, પગે અને પેટના ભાગે ઇજાઓ થઇ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવેલ છે




Latest News