મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

મોરબીમાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ અજુગતું પગલું ભરી લેતા સારવારમાં


SHARE













મોરબીમાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ અજુગતું પગલું ભરી લેતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં માવતરના ઘરે આવેલ દીકરીએ કોઈ કારણોસર ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના આણંદપર ગામના રહેવાસી નિકિતાબેન શક્તિરાજ ડોડીયા (૨૭) નામની મહિલા મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા તેઓના માવતરના ઘરે આવી હતી દરમ્યાન તેણે કોઈ કારણોસર ત્યાં ગળાફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો હતો જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, પરણીતા તેઓના માવતરના ઘરે હતી ત્યારે ટેન્શનમાં આવી જતા તેને આ પગલું ભરેલ છે તે પ્રકારની વાત તેને કહી છે તેની પોલીસે નોંધ કરેલ છે અને આ મહિલાનો લગ્ન ગાળો છ માસ હોવાનું જાણવા મળેલ છે

ફિનાઇલ પીધું

જોડિયા તાલુકાના મેઘપર ગામે રહેતા કોમલબેન રમેશભાઈ ટોયટા (૩૮) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ કારણસર તેને ફિનાઈલ પી લીધું હતું જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ છે




Latest News