મોરબીમાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ અજુગતું પગલું ભરી લેતા સારવારમાં
મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ: નવા પ્રમુખ જયદીપભાઈ મહેતા પ્રમુખ
SHARE









મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ: નવા પ્રમુખ જયદીપભાઈ મહેતા પ્રમુખ
મોરબીમાં પરશુરામ જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતુ અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતી નિમિતે શોભાયાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં ભૂદેવ પરિવારો હાજર રહ્યા હતા મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિના દિવસે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ શોભાયાત્રા યોજાઇ હતી ત્યારે મોરબીના મુખ્ય માર્ગો પર જય જય પરશુરામના નારા ગુંજી ઉઠયા હતા અત્રે ઉલેખનીય છે કે, મોરબીના વાઘપરા શેરી નંબર-૧૪ માં આવેલ ગાયત્રી મંદિરથી શોભાયાત્રા શરૂ કરવામાં આવી હતી અને નવલખી ફાટક પાસે આવેલ પરશુરામ ધામ ખાતે શોભાયાત્રાને પૂરી કરવામાં આવી હતી ત્યાર બાદ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું કાર્યક્રમ યોજાયો હતો જેનો પણ ભૂદેવ પરિવારોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ સહિતના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી અને આગામી વર્ષ માટે પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ પદે જયદીપભાઈ પ્રશાંતભાઈ મહેતાની વરણી કરવામાં આવેલ છે તેમજ મહામંત્રી તરીકે ઋષિભાઇ દેવીપ્રસાદભાઈ મહેતા, ધ્વનિતભાઈ રાજેશભાઈ દવે અને હાર્દીકભાઇ ભટ્ટની વરણી કરવામાં આવેલ છે તેમ ધ્યાનેશભાઈ રાવલ પાસેથી જાણવા મળેલ છે.
