મોરબીમાં એસબીઆઈ બેન્કની બાજુની શેરીમાં બંધ કેબિનમાં આગ લાગતા બળીને ખાખ
મોરબીની મચ્છુ નદીમાં ભરાતી રવિવારી બજાર બંધ રાખવા પાલિકાનો આદેશ
SHARE









મોરબીની મચ્છુ નદીમાં ભરાતી રવિવારી બજાર બંધ રાખવા પાલિકાનો આદેશ
મોરબીમાં મચ્છુ નદીના પટમાં રવિવારી બજાર ભરાઈ છે જો કે, આગામી રવિવારે મચ્છુ-૨ ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવનાર છે જેથી કરીને રવિવારે ભરાતી રવિવારી બજાર બંધ રાખવા પાલિકાએ આદેશ કરેલ છે
મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે, તા.૧૨/૫ રવિવારના રોજ સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમના રીપેરીંગ માટે પાણી નદીમાં છોડશે જેથી કરીને નદીના પટમાં પાણી આવશે ત્યારે કોઈ ઘટના ન બને તે માટે નીચાણ વાળા વિસ્તારમાં અવર-જવર ન કરવા સુચના આપવામાં આવેલ છે અને ખાસ કરીને દર રવિવારે નદીના પટમાં રવિવારી બજાર ભરાઈ છે તે આગામી રવિવારે ન ભરવા માટે સુચના આપવામાં આવેલ છે. અને જો કોઈ બેદરકારી રાખશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
