મોરબીની મચ્છુ નદીમાં ભરાતી રવિવારી બજાર બંધ રાખવા પાલિકાનો આદેશ
મોરબીમાં વેચાતી બેકરી પ્રોડક્ટનું સમયાંતરે ચેકિંગ કરવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ
SHARE







મોરબીમાં વેચાતી બેકરી પ્રોડક્ટનું સમયાંતરે ચેકિંગ કરવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ
મોરબીમાં બેકરીમાં પડતર બ્રેક-ડબલરોટી લોકોની તંદુરસ્તીને હાની પહોંચાડે છે. તાજેતરમાં મોરબીના યુવામિત્રો ધમેન્દ્રસિંહ ઝાલા અને અનીરૂધ્ધસિંહ પરમારઓ ગત તા.૫-૫ નાં રોજ મોરબીની સુપર સિનેમા પાસે લાલજીભાઈ બ્રેડવાળાને ત્યાં બ્રેક બટેટા ખાતા ઉલ્ટીઓ શરૂ થઈ ગઈ હતી અને સીવીલ હોસ્પીટલમાં તેઓને દાખલ કરવામાં આવ્યા હતા.
મોરબીમાં બ્રેડ-બટેટા, ભુંગળા-બટેટા આવી આઈટમ નાસ્તામાં વિધાર્થીઓ અને યુવાનો ઉપયોગ કરે છે. મોરબીની કમનશીબીએ છે કે, આવી વસ્તુ જયાં બનાવવામાં આવે છે.ત્યાં સામાન્ય વેપરમાં પેક કરવામાં આવે છે કોઈ બેકરીનુ નામ નથી હોતુ અને લારી-ગલ્લાં વાળાઆ તેનો ઉપયોગ કરતા હોય તે આરોગવાથી યુવાનોની તંદુરસ્તી સામે ચેડા થઇ રહ્યા છે.ખોરાક અને ઔષઘ નિયમન વિભાગે તમામ બેકરીઓ, લારી ગલ્લાઓ કે દુકાનોમાં વપરાતી બ્રેડ-ડબલ રોટી, ટોસ તેમજ અન્ય ખાધ્ય વસ્તુઓનુ ચેકીંગ કરીને જરૂર પડયે લેબોરેટરી પણ કરાવવી જોઇએ.કાયદાનો ઉપયોગ કરીને સામાન્ય પેકીંગમાં થતી વસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવો જોઇએ.કોઈ વધુ લોકોના આરોગ્યને નુકશાન થાય તે પહેલા ચેકીંગ કરી કાર્યવાહી કરવી જોઇએ.તેવી માંગ મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ કલેકટર તેમજ ખોરાક અને ઔષધ નિયમન વિભાગને કરેલ છે.
