મોરબીમાં વેચાતી બેકરી પ્રોડક્ટનું સમયાંતરે ચેકિંગ કરવા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ
મોરબીના રાજકોટ હાઇવે ઉપર ટ્રક-બાઈક અકસ્માતમાં એકને ઈજા
SHARE









મોરબીના રાજકોટ હાઇવે ઉપર ટ્રક-બાઈક અકસ્માતમાં એકને ઈજા
મોરબીના રાજકોટ હાઇવે ઉપર આવેલા અજંતા ક્લોક પાસે બાઇકને ટ્રકના ચાલકે હડફેટે લેતા અકસ્માત બનાવ સર્જાયો હતો.જેમાં એક યુવાનને ઈજા થતાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના શનાળા-રાજપર રોડ ઉપર રહેતા ઘેલુભાઈ ઉર્ફે બુલ્લુભાઈ નામનો ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈને રાજકોટ હાઇવે ઉપરથી જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં અજંતા કલોક નજીક તેના બાઇકને કોઈ ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં તેને ઇજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો અને આ બનાવ સંદર્ભે હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા બનાવની નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.
વૃદ્ધનું મોત
મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ નજીક રહેતા જયંતીભાઈ રવજીભાઈ ટાટમિયા નામના ૬૦ વર્ષના વૃદ્ધનું મોત નીપજતા ડેડબોડીને સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું.તેઓનું બીમારી સબબ મોત થયુ હોવાનું હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.તાલુકા પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર જે.પી.પટેલ તપાસ ચલાવી રહ્યા હોવાનું તાલુકા પોલીસે જણાવેલ છે.
જનાવર કરડી જતા સારવારમાં
મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતો મુકેશ ઈશ્વરભાઈ રાય નામનો ૧૮ વર્ષીય યુવાન મોરબીના મકનસર ગામ પાસે રેલ્વે ફાટક નજીક કામકાજ કરી રહ્યો હતો ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી હતી.જેની આગળની તપાસ મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે.
