મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ મોરબીના ઘૂટું ગામનો રહેવાસી મોક્ષ કૈલા જીલ્લા કક્ષાએ દોડમાં વિજેતા બન્યો મોરબીના રાજકોટ હાઇવે અજંતા નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબી: સુરજબારી ચેકપોસ્ટ નજીક વાહન અકસ્માતમાં ઇજા પામેલ યુવાનનું મોત, સારવાર દરમિયાન વૃદ્ધનું મોત મોરબીમાં નટરાજ ફાટક-વેજીટેબલ રોડે કરવામાં આવેલા દબાણો ઉપર મહાપાલિકાનું બુલડોઝર ફરી ગયું મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-SSC પરીક્ષાનુ આયોજન
Breaking news
Morbi Today

સચોટ સમાચારનો પર્યાય એવા મોરબી ટુડે ની સફળતાના પાંચ વર્ષ પૂરા: છઠ્ઠા વર્ષમાં પ્રવેશ ​​​​​


SHARE













સચોટ સમાચારનો પર્યાય એવા "મોરબી ટુડે" ની સફળતાના પાંચ વર્ષ પૂરા: છઠ્ઠા વર્ષમાં પ્રવેશ ​​​​​

સમાચારના મધ્યમ તો મોરબીમાં ઘણા છે પરંતુ વિશ્વાસનીય, સચોટ અને ઝડપી સમાચાર માટે આજે પણ જીલ્લામાં લોકો “મોરબી ટુડે” ને પ્રથમ પસંદગી આપે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને જીલ્લામાં કોઈપણ જગ્યાએ ઘટના કે દુર્ઘટના બને એટલે તુર્તજ બનાવની માહિતી લોકોને મળી રહે તેના માટે મોરબી ટુડેની ટીમ સતત કાર્યરત રહે છે અને એટલા જ માટે છેલ્લા પાંચ વર્ષથી મોરબીના વાંચકો, દર્શકો, આગેવાનો, હોદેદારો, અધિકારીઓ, પદાધિકારીઓ અને વિજ્ઞાપન દાતાઓ 'મોરબી ટુડે' ઉપર અતૂટ વિશ્વાસ મૂકે છે અને આ વિશ્વાસ ક્યારે પણ તૂટવા નહી દઈએ.

દેવાધી દેવ મહાદેવની કૃપા, વડીલોના આશિર્વાદ તેમજ મિત્રોના સાથ સહકાર અને પ્રોત્સાહનથી પત્રકારત્વના ક્ષેત્રમાં ધીમેધીમે કરતાં મોરબી ટુડેની સફરને આજે પાંચ વર્ષ પૂરા થયેલ છે.તે દરમ્યાન મોરબી ટુડેના વાંચકો અને વિજ્ઞાપન દાતાઓ તરફથી અભૂતપૂર્વ સાથ સહકાર મળેલ છે.આજથી પાંચ વર્ષ પહેલા અખાત્રીજના દિવસથી “મોરબી ટુડે” સમાચારનું મધ્યમ શરૂ કરવામાં આવ્યું હતું અને આજે અખાત્રીજના દિવસે મોરબી ટુડેના સફળતાના પાંચ વર્ષ પૂરા થયા છે અને છઠ્ઠા વર્ષમાં મોરબી ટુડેનો મંગલ પ્રવેશ થયો છે ત્યારે મોરબી જીલ્લાના લોકોને આગામી સમયમાં પણ હરહંમેશની જેમ સચોટ, વિશ્વાસનીય અને ઝડપી સમાચાર આપવા માટે અમારી ટીમ પ્રયત્નશીલ રહેશે.

ન માત્ર આર્થિક ઉપાર્જન પરંતુ લોકોને સાચી માહિતી સમયસર મળે તેવી ભાવના સાથે આજથી પાંચ વર્ષ પહેલા તા.૭/૫/૨૦૧૯ ને અખાત્રીજના રોજ પરશુરામ જયંતીના દિવસ મોરબી ટુડે વેબ પોર્ટલ શરૂ કરી હતી અને લોકોના સમયની કિંમત સમજીને આડેધડ તમામ માહિતી સીધી જ ફેંકવાના બદલે લોકઉપયોગી તેમજ લોકોને જાણવી જરૂરી હોય તેવા સમાચાર આપવા માટે અમારી ટીમ ૨૪ કલાક કાર્યરત રહે છે.છેલ્લા પાંચ વર્ષમાં મોરબી ટુડે સુધી માહિતી પહોચાડીને લોકો સુધી સમાચાર આપવામાં માધ્યમ બનેલા અમારા તમામ શુભેચ્છકો, વાંચકો સહિતનાઓના અમે અને અમારી ટીમ કાયમી ઋણી રહીશું કેમ કે, હરિફાઇના યુગમાં અમારા સમાચાર પહેલા લોકો સુધી પહોંચે તે માટે પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે અમોને અનેક નામી અનામી લોકોએ સહકાર આપ્યો છે અને ભવિષ્યમાં પણ તે તમામ લોકો તરફથી મોરબી ટુડેની ટીમને આવો જ સહકાર આપવામાં આવશે તેવી અમોને પૂરેપુરી અપેક્ષા છે.

હાલમાં મોરબી ટુડે વેબ સાઇટમાં સમાચારોને વાંચકો વાંચી શકે છે તેની સાથોસાથ ફેસબુકમાં મોરબી ટુડે પેઇજ પણ બનાવેલ છે જેમાં પણ નિયમિત રીતે વિડીયો તેમજ અન્ય ન્યૂઝ અમારા દ્વારા અપલોડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી ટુડેની યુટ્યુબ ચેનલ પણ બનાવવામાં આવી છે.જેમાં પણ વિડીયો ન્યૂઝ મૂકવામાં આવે છે આમ મોરબી ટુડેના વાંચકો અને દર્શકોને પૂરેપૂરો ન્યાય મળે અને સમયસર સાચા સમાચાર મળતા રહે તેના માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જો કે, અમારા દર્શકો, વાંચકો કે પછી વિજ્ઞાપન દાતાઓ તરફથી કોઈપણ સૂચન હોય તો તે આવકાર્ય છે અને તેને ચોક્કસ ધ્યાનમાં લઈને મોરબી ટુડેની ટીમ આગળ વધશે.

આજથી પાંચ વર્ષ પહેલા જે નીતિમત્તા સાથે મોરબી ટુડે સંસ્થાને શરૂ કરી હતી તેમાં એક ટકાની પણ બાંધછોડ કર્યા વગર મોરબી કે જેણે અમોને છેલ્લા વર્ષોમાં ખૂબ જ સહકાર આપેલ છે ત્યારે અમારી ફરજના ભાગરૂપે અમો પણ મોરબીના લોકોની સમસ્યાઓને દૂર કરવા માટેના પ્રયાસોને ચાલુ રાખીશું અને તેમાં આપ સહુના સહકારની જરૂર પડશે.છેલ્લા પાંચ વર્ષમાં જે રીતે મિત્રો, શુભચિંતકો, ઉદ્યોગકારો, રાજકીય તથા સામાજીક આગેવાનો તેમજ વિજ્ઞાપન દાતાઓએ મોરબી ટુડેને સહકાર આપેલ છે તેથી સવિશેષ સહકાર ભવિષ્યમાં આપના તરફથી મળતો રહેશે તેવો અમોને વિશ્વાસ છે.

હિમાંશુ ભટ્ટ
મો.૯૬૬૨૦ ૩૮૨૯૮

જીગ્નેશ ભટ્ટ
મો. ૯૪૨૭૭ ૨૧૫૪








Latest News