મોરબીના વૃદ્ધાશ્રમના વૃદ્ધ માતાઓ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપે મધર્સ ડે ની કરી ઉજવણી
SHARE







મોરબીના વૃદ્ધાશ્રમના વૃદ્ધ માતાઓ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપે મધર્સ ડે ની કરી ઉજવણી
મધર્સ ડે નિમિતે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપે વૃદ્ધાશ્રમની વૃદ્ધ માતાઓના ચરણ સ્પર્શ કરી સાડી બ્લાઉઝ, ચણીયા તથા અન્ય તમામ ચીજવસ્તુઓની કીટ અર્પણ કરી હતી ત્યારે વૃદ્ધ માતાઓએ તેમને તરછોડી દેનાર પુત્ર પ્રત્યે ફટકારને બદલે હરહમેંશ માતાઓનું હ્ર્દય સંતાનોનું ભલું જ ઇચ્છતું હોવાનું જણાવતા યંગ ઇન્ડિયા ગ્રુપને આ માતાઓ પ્રત્યે આદરની લાગણી ઉપજી હતી. અત્રે ઉલેખનીય છે કે, યંગ ઇન્ડિયા ગ્રુપના તમામ સભ્યો સાડી સહિતનો સેટ અને અન્ય મહિલાઓ માટેની અગત્યની ચીજવસ્તુઓ લઈને વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા હતા ત્યારે વૃદ્ધ માતાઓ ભાવુક બની ગઈ હતી. આ તકે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, વૃદ્ધ માતાઓના ચરણ સ્પર્શ કરી સાડી સહિતની કીટ આપી ત્યારે તેઓની આંખમાં અમારા પ્રત્યે પુત્ર પ્રેમ દેખાયો હતો. અને તેઓની આખોમાં ઝળઝળિયાં આવી ગયા હતા.
