મોરબી નજીક રોડ ક્રોસ કરતાં વૃદ્ધનું માથું કચડી નાખનારા ટ્રક ચાલકની ધરપકડ
મોરબીની પીપળીયા ચોકડી પાસે બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં
SHARE
મોરબીની પીપળીયા ચોકડી પાસે બાઈકને ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ વૃદ્ધ સારવારમાં
મોરબીની પીપળીયા ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં માળિયા(મિં.) ના કુંતાસી ગામના વૃદ્ધને ઇજાઓ થતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.
બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ પીપળીયા ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઈકને અજાણ્યા ટ્રકના ચાલકે પાછળથી હડફેટ લેતા સર્જાયેલ અકસ્માત બનાવમાં બાઇકમાં સવાર ઘનશ્યામભાઈ કાનજીભાઈ (ઉંમર વર્ષ ૭૫) રહે. કુંતાસી તાલુકો માળીયા મીંયાણા જીલ્લો મોરબી ને ડાબા પગના થાપાના ભાગે અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી.જેથી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હોય ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવી હતી.હાલ તાલુકા પોલીસ મથકના ફિરોઝભાઈ સુમરા દ્વારા આ અકસ્માત બનાવની નોંધ કરીને આગળની તપાસ તજવીજ કરવામાં આવી રહી છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ક્રિસ્ટલ સીરામીક નજીક રહીને મજૂરી કામ કરતાં સુનીતાબેન જગદીશભાઈ પરમાર નામની ૨૪ વર્ષની યુવતીને મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી.ગત તા.૧૧ ના રાત્રીના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં થયેલ મારામારી બાદ તેઓને ઈજા થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવેલી હોવાથી તાલુકા પોલીસે જાણ કરવામાં આવી હતી.તાલુકા પોલીસમાં થયેલ જાણના પગલે સ્ટાફના જશપાલસિંહ જાડેજા દ્વારા બનાવની નોંધ કરીને મારામારીના કારણ બાબતે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
વાહન અકસ્માતમાં ઇજા થતાં મહિલા સારવારમાં
મોરબીના અમરનગર ગામે રહેતા જયશ્રીબા અજયસિંહ જાડેજા નામના ૩૧ વર્ષના મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા.તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે સાદુરકા ગામેથી શાપર ગામ બાજુ જતા સમયે રસ્તામાં એકટીવા સ્લીપ થઈ જવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ઇજા પામેલા જયશ્રીબાને હાલ સારવારમાં ખસેડાયા છે.તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ બાબતે નોંધ કરીને તપાસ કરવામાં આવી રહી છે.
વાહન અકસ્માતમાં યુવાનને ઇજા
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા હિતેશભાઈ રવિશંકરભાઈ પૈજા નામના ૩૬ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલે તપાસ કરી હતી.તેઓ પાસેથી મળતી વિગતો પ્રમાણે હિતેશભાઈ પૈજા બાઈક લઈને જતા હતા ત્યારે શનાળા-રાજપર રોડ ઉપર મામા સાહેબના મંદિરના ગેઇટ નજીક તેમના બાઈક સાથે ગાય અથડાવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં તેમને ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતા.