માળીયા (મી)ના જસાપર ગામે ઘરે પાણી છાંટતા સમયે ઉપરથી નીચે પડતાં આધેડ મહિલાનું મોત
મોરબીમાં અચાનક શ્વાસની તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલ વૃદ્ધાનું મોત
SHARE






મોરબીમાં અચાનક શ્વાસની તકલીફ થતાં સારવારમાં ખસેડાયેલ વૃદ્ધાનું મોત
મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ મોચી શેરીમાં રહેતા વૃદ્ધાને શ્વાસની તકલીફ થઈ હતી જેથી તેને ઓટો રિક્ષામાં બેસાડીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ મોચી શેરીમાં રહેતા અનિલાબેન જગદીશભાઈ સરવૈયા જાતે દરજી (૬૦) નામના વૃદ્ધા પોતે પોતાના ઘરે હતા ત્યારે તેને અચાનક શ્વાસની તકલીફ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે ઓટો રિક્ષામાં મોરબીની ગોકુલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતકના પતિ જગદીશભાઈ મૂળજીભાઈ સરવૈયા જાતે દરજી (૬૨)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે


