મોરબીમાં ઘર નજીક પગપાળા ચાલીને જતા સમયે પડી ગયેલા વૃદ્ધનું મોત મોરબીની મેડિકલ કોલેજ ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં 190 થી વધુ લોકોએ કર્યું રક્તદાન મોરબીના મહેન્દ્રનગર ગામે રક્તદાન કેમ્પ યોજાયો: નિવૃત શિક્ષકે કર્યું ૫૭ મી વખત રક્તદાન મોરબી જિલ્લાના વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે મોરબીમાં દુકાને નાસ્તો લેવા ગયેલ બાળકી સાથે અડપલા કરનાર બેશર્મ વૃદ્ધની અટકાયત મોરબીના રવાપર ગામના સરપંચ પતિની જમીન પચાવી પાડવાનારાઓની સામે પગલાં લેવા પાટીદાર યુવા સેવા સંઘની માંગ મોરબીના ખાખરાળા ગામે બાઇક અકસ્માત બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની હત્યા કરી હોવાનું ખૂલ્યું મોરબીમાં મિલકત વેરો વસૂલ કરવા 2073 મિલકતધારકોને વોરંટની બજવણી કરાઇ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો


SHARE















મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઘુટુ રોડ ઉપર જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી રોકડા અને મોબાઈલ ફોન મળી ૬૧૫૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી બી ડિવિઝન પોલિસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી ઘૂટું રોડ તરફ જવાના રસ્તે ઉમા સ્ટીલની બાજુમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી ત્યા પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી OMG247.CO નામનું આઈડી મેળવીને આઇડીમાં મોબાઇલ ફોન દ્વારા આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન તથા ૧૧૫૦ રૂપિયાની રોકડ આમ કુલ મળીને ૬૧૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી કલ્પેશભાઈ બાબુભાઈ ચીખલીયા જાતે પટેલ (૩૫) રહે. હરિઓમ પાર્ક ઘુટુ રોડ મહેન્દ્રનગર મોરબી મૂળ રહે બેલા આમરણ વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News