માળીયા (મી)માં નાના ધંધાર્થીઓને ધંધો કરવા માટે વૈકલ્પિક જગ્યા આપવા સીએમને રજૂઆત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા રંગોત્સવની પ્રેરણાદાયી ઉજવણી કરાઇ મોરબીના એકતા એજ લક્ષ્ય સંગઠનમાં હોદેદારોની વરણી કરાઇ મોરબી ઉમિયા માનવ સેવા ટ્રસ્ટની મીટીંગમાં માનવ મંદિરમાં વડીલોના પ્રવેશ માટેના બે મહત્વના નિર્ણયો લેવાયા ન માત્ર ગુજરાત પણ દેશમાં એક માત્ર મોરબીમાં રસગરબા અને અબીલ ગુલાલની છોડ વચ્ચે થાય છે ધામધુમથી હોલીકાના લગ્ન હળવદની ટીકર ચોકડી પાસેથી દારૂની 214 બોટલ તથા 12 બિયરના ટીન ભરેલ કાર સાથે મોરબીના એક શખ્સની ધરપકડ ટંકારાના જીવાપર અને સરૈયા ગામ નજીક દારૂની બે રેડ: 94 બોટલ દારૂ અને 93 બિયરના ટીન સાથે બે શખ્સ ઝડપાયા મોરબીના લીલાપર ગામે નદીના કાંઠેથી 700 લીટર રાખો 450 લીટર દારૂના જથ્થા સાથે એકની ધરપકડ: એકની શોધખોળ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જસાપર ગામે ઘરે પાણી છાંટતા સમયે ઉપરથી નીચે પડતાં આધેડ મહિલાનું મોત


SHARE











માળીયા (મી)ના જસાપર ગામે ઘરે પાણી છાંટતા સમયે ઉપરથી નીચે પડતાં આધેડ મહિલાનું મોત

માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામે ઘરનું બાંધકામ ચાલી રહ્યું હોય ત્યાં પાણી છાંટતા સમયે અકસ્માતે પગ લપસતા ઉપરથી નીચે પટકાતા આધેડ મહિલાને માથામાં અને શરીરને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળિયા (મી) તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા તાલુકાના જસાપર ગામે રહેતા દિવાળીબેન ચંદુભાઈ બોરીચા જાતે આહિર (૫૫) નામના આધેડ મહિલા પાણી છાંટતા સમયે ઉપરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને ગંભીર ઇજા થવાના કારણે તેને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની સરકારી હોસ્પિટલ મારફતે માળીયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ અંગેની તપાસ એસ.કે. બાલાસરા દ્વારા કરવામાં આવી હતી અને વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક દિવાળીબેનના ઘરે બાંધકામ ચાલતું હતું અને મકાનની છત ઉપર ચડીને તેઓ પાણી છાંટતા હતા દરમિયાન અકસ્માતે પગ લપસતા તેઓ નીચે પટકાયા હતા જેથી કરીને તેમને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેમનું મોત નીપજયું હતું








Latest News