મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ ઝડપાયો
ઇલેક્ટ્રીક મોટર ચોર ગેંગ સક્રિય !: હળવદના મેરૂપર પાસેથી વધુ બે મોટરની ચોરી
SHARE






ઇલેક્ટ્રીક મોટર ચોર ગેંગ સક્રિય !: હળવદના મેરૂપર પાસેથી વધુ બે મોટરની ચોરી
હળવદ તાલુકાના મેરૂપર ગામે ઇલેક્ટ્રીક મોટર ચોર ગેંગ જાણે સક્રિય થઈ હોય તેવું લાગે છે કેમ કે, વધુ બે ઇલેક્ટ્રીક મોટરની ચોરી થઈ છે જેથી કરીને ખેડૂત દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ મેરૂપર ગામ પાસે નર્મદાની કેનાલે મૂકવામાં આવેલ ઇલેક્ટ્રીક મોટરમાંથી ત્રણ ઇલેક્ટ્રીક મોટરની ચોરી થઈ હોવા અંગેની ફરિયાદ નોંધાઈ હતી તેવામાં વધુ બે ઇલેક્ટ્રીક મોટરની ચોરીની ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાય છે જેમાં હળવદ તાલુકાના મેરૂપર ગામે રહેતાને ખેતી કામ કરતા અનિલભાઈ રમેશભાઈ સરાવાડીયા જાતે પટેલ (૩૮)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદ તાલુકાના મેરૂપર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલના કાંઠે તેઓએ પાણી લેવા માટે થઈને ઇલેક્ટ્રીક મોટર મૂકી હતી તેમજ અન્ય એક ખેડૂતે પણ ત્યાં ઇલેક્ટ્રીક મોટર મૂકી હતી આ બંને ખેડૂતોની બે ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૧૦,૦૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની હાલમાં અનિલભાઈએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે


