મોરબીના બેલા ગામે અજાણ્યા યુવાનની લાશ મળી, જાણકારી હોય તો પોલીસને જણાવવા અપીલ મોરબીમાં રોડ સાઈડમાં સૂતેલા બાળકની છાતિ ઉપરથી કારનું ટાયર ફરી ગયુ ! મોરબીના રંગપર નજીક નાલામાં ડૂબી જતા 4 વર્ષના બાળકનું મોત: જૂના રફાળેશ્વર રોડે કારખાનામાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત મોરબી નજીકથી 315 બોટલો દારૂ ભરેલ ગાડી સાથે 2 શખ્સ ઝડપાયા: 8.75 લાખનો મુદમાલ કબ્જે મોરબી કમલમ ખાતે મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઘરમાં ચક્કર આવતા પડી ગયેલ આધેડ અને કામ કરતાં સમયે બે એપાર્ટમેન્ટ વચ્ચે પડી જવાથી યુવાનનું મોત વાંકાનેરના રાતીદેવરી ગામે પિતાની દુકાનના પગથીયા પાસે બેઠેલા વૃદ્ધને પથ્થરના ઘા ઝીકયા મોરબી અને પીપળીમાં જુગાની 2 રેડમાં 4 મહિલા સહિત કુલ 8 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી ૪ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ


SHARE





મોરબીમાં ઘરમાંથી ૪ બોટલ દારૂ ઝડપાયો, બુટલેગરની શોધખોળ

મોરબી શહેરના માધાપર વિસ્તારમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂ હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની ચાર બોટલો મળી આવતા પોલીસે ૧૨૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી ત્યારે આરોપી હાજર ન હોવાથી પોલીસે હાલમાં એક શખ્સની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના માધાપર શેરી નં-૧૩ માં રહેતા કિસાન ઉર્ફે છોટુ ડાભીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૨૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરમાં હાજર ન હોવાથી કિશન ઉર્ફે છોટુ હિતેશભાઈ ડાભી રહે. માધાપર શેરી નં-૧૩ વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વૃદ્ધનું મોત

વાંકાનેરના હસનપર શક્તિપરા વિસ્તારમાં રહેતા નાગરભાઈ વાઘજીભાઈ દલસાણીયા (૫૭) નામના વૃદ્ધને જુની બીમારી હતી જેથી પ્રાથમિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા ત્યાં સારવાર દરમિયાન તે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News