વાંકાનેરના જીનપરામાં જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૨,૧૦૦ ની રોકડ સાથે ધરપકડ
મોરબી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને હડફેટે લેતા પગ, મોઢા અને પીઠના ભાગે ઇજા થતાં યુવાન સારવારમાં
SHARE









મોરબી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને હડફેટે લેતા પગ, મોઢા અને પીઠના ભાગે ઇજા થતાં યુવાન સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર હોટલની સામેથી યુવાન બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત થયો હતો જેમાં ફરિયાદી યુવાનને પગ, મોઢા, નાક, દાઢી અને પીઠના ભાગે ઇજાઓ થઈ હતી જેથી કરીને હાલતમાં યુવાનને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં આવેલ મધુવન સોસાયટીમાં અશોકભાઈ સુથારના મકાનમાં ભાડે રહેતા જીશાનભાઈ મકબુલભાઈ કલાડિયા જાતે ઘાંચી (૨૨) નામના યુવાને ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ બીવાય ૦૯૬૪ ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રીજન્ટા હોટલ સામે સર્વિસ રોડ ઉપરથી તે પોતાનું બાઈક નંબર જીજે 36 એ ૦૭૫૦ લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં ફરિયાદી યુવાનને ડાબા પગ, મોઢા, નાક, દાઢી અને પીઠના ભાગે ફેકચર જેવી ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલા હાલતમાં તે યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યો હતો અને યુવાનના બાઈકમાં પણ નુકસાની કરી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનરના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
વાંકાનેરમાં આવેલ ગાત્રાળનગર આશ્રમ જવાના રસ્તે રહેતા ગગજીભાઈ નાજાભાઇ ચારોલીયા જાતે દેવીપુજક (૭૦) નામના વૃદ્ધે સીએનજી રીક્ષા નંબર જીજે ૧૩ એવી ૪૯૫૨ ના ચાલક પ્રવીણભાઈ જેસાભાઈ મેર રહે. રાતડીયા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ ગાત્રાળનગર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સીએનજી રીક્ષાના ચાલાકે તેઓને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને વૃદ્ધને ડાબા પગના સાથળમાં તેમજ જમણા હાથની કોણીમાં ફેકચર જેવી ઈજા થઈ હતી અને શરીરે પણ ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે રીક્ષા ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
