હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પેટમાં દુખાવા સાથે સારવારમાં ખસેડાયેલ અપરણીત યુવતી પ્રેગ્નેટ હોવાનું ખુલ્યું..! 


SHARE











મોરબીમાં પેટમાં દુખાવા સાથે સારવારમાં ખસેડાયેલ અપરણીત યુવતી પ્રેગ્નેટ હોવાનું ખુલ્યું..! 

મોરબીના વીસીપરા પાસે આવેલા સોસાયટી વિસ્તારમાં રહેતા અને મૂળ સુરેન્દ્રનગરના પરિવારની અપરણીત યુવતીને પેટમાં દુખાવો થયો હતો અને તાણ આંચકી આવતા તેણીને મોરબીની સરકારી હોસ્પિટલે બાદમાં ખાનગી હોસ્પિટલે અને બાદમાં રાજકોટ સિવિલમાં લઇ જવામાં આવી હતી.તેની મેડિકલ તપાસ બાદ ગાયનેક તપાસ કરવામાં આવતા તેણીને બે માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હોય હાલ પોલીસ દ્વારા આ સંદર્ભે નોંધ કરીને ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ મોરબીના વીસીપરા નજીક આવેલ સોસાયટી વિસ્તારમાં રહેતા પરિવારની ૨૩ વર્ષીય અપરણીત યુવતીને ગત તા.૧૧ ના રાત્રીના ઘરે હતી ત્યારે પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને તાણ-આંચકી આવતા તેણીને મોરબીની સરકારી હોસ્પિટલ અને બાદમાં ત્યાંથી મોરબીની જ આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવી હતી.ત્યાં તેણીની સારવાર ચાલુ હતી અને દરમિયાનમાં તેનું ગાયનેક પરીક્ષણ કરવામાં આવતા તેણીને બે માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું.યુવતી અપરણિત હોય અને ગર્ભવતી હોય હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવી હતી.જેથી પોલીસે આ સંદર્ભે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.જોકે યુવતીને માનસિક તકલીફ હોય અને હાલ તેણી બેભાન હોય પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી એલસીબીએ મહારાષ્ટ્ર પાસીંગના બાઈક સાથે એકને પકડ્યો

મોરબી એલસીબીના જે.બી.રાણા તથા સ્ટાફ મોરબીના સામાકાંઠે માળિયા હાઇવે ઉપર માળિયા ફાટક નજીક પેટ્રોલિંગમાં હતો.ત્યારે સર્વિસ રોડ ઉપરથી એક ઇસમ નીકળેલ હોય અને તેની પાસેના બાઈકની આગળ પાછળ નંબર પ્લેટ ન હોય તે વ્યક્તિને તેનું નામ પૂછવામાં આવ્યું હતું.જેથી તેને પોતાનું નામ વિનોદ રમેશભાઇ ચાવડા (૨૯) રહે.મહેન્દ્રનગર તા.જી.મોરબી હોવાનું કહ્યું હતું. બાદમાં તેની પાસેના વાહનના એન્જિન-ચેસીસ નંબરને પોકેટ કોપ એપ્લિકેશન વડે તપાસતા તે બાઈકના મૂળ માલિક સાગર રમનભાઈ કુત્તે રહે.મહારાષ્ટ્ર અને વાહનનો નંબર એમએચ ૧૬ સીએલ ૯૮૫૬ હોવાનું સામે આવ્યું હતું માટે શંકાસ્પદ જણાતા ઉપરોક્ત નંબરના રૂા.૧૫,૦૦૦ ની કિંમતના બાઈકને જપ્ત કરવામાં આવ્યુ હતુ અને તેની આગળની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાને સોંપવામાં આવી હતી.જોકે હિતેશભાઈ મકવાણાએ વિનોદભાઇ ચાવડાનું નિવેદન લેતા તેને કોઈ વ્યક્તિ પાસેથી આ બાઈક પૈસા આપીને લીધેલ હોવાનું જણાવ્યું હતું.જોકે તેની પાસે તેના કોઈ આધાર પુરાવા કે કાગળ ન હોય હાલ ઉપરોક્ત નંબરનું બાઈક કોર્ટ હવાલે કરવામાં આવ્યુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News