મોરબી નજીક ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને હડફેટે લેતા પગ, મોઢા અને પીઠના ભાગે ઇજા થતાં યુવાન સારવારમાં
મોરબી નજીક ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં
SHARE









મોરબી નજીક ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ધરમપુર ગામ વાળી કટ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થતું હતું ત્યારે ડમ્પર ચાલકે તેને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓનો ઈજા થઇ હોવાથી તે બંનેને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતના બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી ડમ્પર ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જસાપર ગામે રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા હસમુખભાઈ દામજીભાઈ કાનાણી જાતે પટેલ (૪૬)એ ડમ્પર નંબર જીજે ૩૬ વી ૩૯૭૪ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ જૂના ધરમપુર ગામની સીમમાં મોરબી કંડલા બાયપાસ રોડ ઉપર જુની આરટીઓ ઓફિસના પુલ પાસેથી ધરમપુર વાળી કટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના ડબલ સવારી બાઇકને ડમ્પર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના બાઈક નંબર જીજે ૩૬ એકે ૪૭૦૩ ને ડમ્પર ચાલકે ઠોકર મારી હતી જેથી ફરિયાદીને જમણા પગની પેનીના ભાગમાં ઈજા થઈ હતી તેમજ તેની સાથે બાઈકમાં બેઠેલ દીપકભાઈ નાથાભાઈ અઘેરાને શરીરે ઇજાઓ હતી અને અકસ્માત કરીને ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે
મારા મારીમાં ઇજા
મોરબીના સનાળા ગામે રહેતા રાજેશભાઈ લક્ષ્મણભાઇ રાજગોર (૪૨) નામના યુવાનને મોરબીના રાજપર ગામ નજીક આવેલ શેલ્વીન કારખાના પાસે મારામારીમાં ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સબળસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી
અકસ્માતે ઇજા
મોરબીના લાતી પ્લોટ શેરી નં-૧૪ માં રહેતા ઝરીનાબેન હબીબભાઈ શેખ (૪૩) નામના મહિલાને લાતી પ્લોટ શેરી નં-૭ માં ગેસના ગોડાઉન પાસે પ્રકાશ મેટલ નજીક કામ દરમિયાન અકસ્માતે ઇજા થઈ હતી જેથી તે મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી
માર માર્યો
મોરબીમાં આવેલ ઋષભનગરમાં રહેતા મિતરાજસિંહ નિર્મળસિંહ સરવૈયા (૨૦) નામના યુવાનને કારમાં બેસાડીને જાણીતા વ્યક્તિઓએ માર મારતા ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીના સનાડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી
