ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી મોરબી નજીક એસટીની બસની પાછળ બસ ઘૂસી જતાં 10 થી વધુ મુસાફરોને નાના મોટી ઇજા મોરબી જલારામ ધામ-શ્રી જલારામ સેવા મંડળના આગેવાનો દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન મોરબીમાં તા.૩૦ ના રોઝ હઝરત સૈયદ સિકંદરમીંયા બાવાનો ઉર્ષ મુબારક મોરબીના લાતી પ્લોટમાંથી દારૂની 4 બોટલ સાથે એક પકડાયો, માલ આપનારની શોધખોળ મોરબીમાં સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલયમાં ભારત માતા મંદિર તથા બાવન શક્તિપીઠનો પાટોત્સવ યોજાશે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના વાઈસ પ્રેસિડેન્ટની દીકરના જન્મદિવસની કરાઇ પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં ફ્લેટ વેચવાની જાહેરાત મૂકીને વૃદ્ધ સાથે કરી લાખોની છેતરપિંડીના ગુનામાં પકડાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં વધુમાં વધુ ૩૬ કલાકના સમયાંતરે પાણી મળી રહે તે માટે વહિવટી તંત્ર કટિબદ્ધ


SHARE











મોરબી શહેરમાં વધુમાં વધુ ૩૬ કલાકના સમયાંતરે પાણી મળી રહે તે માટે વહિવટી તંત્ર કટિબદ્ધ

હાલમાં સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-૨ ડેમના ગેટનું રીપેરીંગ અને મેન્ટેનન્સ કાર્ય ચાલુ હોવાથી ડેમમાં પાણીના સ્તરની ઉંચાઈ ઘટાડેલ છે. જેથી પાણીના પ્રવાહનું પ્રેશર ઘટવાથી અમુક છેવાડાના વિસ્તારોમાં પાણીનો પ્રવાહ ધીમો પડયો છે.

હાલ મોરબી શહેરને જરૂરી પાણીની વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત નર્મદા કેનાલ દ્વારા પૂરી કરવામાં આવે છે તથા આ પાણીનો પુરવઠો મોરબી શહેરની પાણી વિતરણની રાબેતા મૂજબની સિસ્ટમમા સતત ચાલુ રહેશે. મોરબી શહેરને પાણી પુરુ પાડવા માટેનો જથ્થો પુરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે. નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ તમામ વિસ્તારોમાં વધુ મા વધુ ૩૬ કલાકના સમયાંતરે પાણી મળી રહે એ માટે વહિવટી તંત્ર કટિબધ્ધ છે. જેની મોરબીની જાહેર જનતાએ નોંધ લેવા તથા પાણીનો કરકસરયુકત ઉપયોગ કરવા ઈન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટરશ્રી સંદિપકુમાર વર્માની યાદીમાં જણાવાયું છે.

મોરબી એલ.ઈ. કોલેજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ ઈ કોલેજ(ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૪ ના રોજ સમય સવારે ૧૧:૩૦ કલાકે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન ITI કેમ્પસની બાજુમા, મહેંદ્રનગર પાણીની ટાંકી સામે, ઘુંટુ રોડ, મોરબી-૨(૩૬૩૬૪૨) ખાતે કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં કોલેજનાં એડમિશન વિભાગના નિષ્ણાંતો દ્વારા જુદી જુદી ડિપ્લોમાની શાખાઓની માહિતી, ધોરણ ૧૦ પછી અને ITI અભ્યાસ પછી ડિપ્લોમા એંજીનીયરીંગમાં કઈ રીતે એડમિશન મળી શકે અને તે માટે કરવી પડતી ઓનલાઈન પ્રક્રીયા તથા વાલીશ્રીઓનાં મુંજવતા પ્રશ્ર્નો અંગે માહિતી આપવામાં આવશે. જેથી ધોરણ ૧૦નો અભ્યાસક્રમ પુર્ણ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓને કારકિર્દી માર્ગદર્શન સેમિનારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાર્યક્રમનો વધુ ને વધુ લાભ લેવા એલ.ઈ. કોલેજ(ડિપ્લોમા)ના આચાર્યની યાદીમાં જણાવાયું છે.






Latest News