મોરબીમાં સિરામિકએપ પ્રા.લિ. માં 27 જગ્યા માટે ભરતી: આકર્ષક પગારની તક
મોરબી: ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા વિગતો અપડેટ કરાવવી જરૂરી
SHARE
મોરબી: ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા વિગતો અપડેટ કરાવવી જરૂરી
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂત ખાતેદારને વાર્ષિક ૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં ચુકવવામાં આવે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ફરજીયાત પોતાના પી.એમ. કિસાન એકાઉન્ટમાં ૧.લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવી, ૨.બેંક સાથે આધાર સીડિંગ અને ડી.બી.ટી. ઇનેબલ ૩. ઈ-કે.વાય.સી. કરાવવું જરૂરી છે.
જે ખેડૂતોને પી.એમ.કિસાનની સહાય મળતી બંધ થઇ ગઈ હોય તેમણે ઉપર જણાવેલ ત્રણ વિગતો અપડેટેડ છે કે નહિ તે ખેડૂત જાતે પી.એમ.કિસાન વેબસાઈટ પર જઈને ચેક કરાવી શકે અથવા ગ્રામ પંચાયતના વિ.સી.ઇ. મારફત અથવા ગ્રામસેવક મારફત ચેક કરાવી શકે છે. જો ઉપરોક્ત ત્રણ વિગતની સામે “NO”/”REJECTED” બતાવે તો ૧.લેન્ડ સીડિંગ (જમીનની વિગતો) અપડેટ કરાવવા માટે આપની તાલુકા પંચાયતનો સંપર્ક કરવો. ૨.બેંક સાથે આધાર સીડિંગ કરાવવા અને ડી.બી.ટી. ઇનેબલ માટે આપનું બેંક ખાતું હોઈ તે બેંકનો સંપર્ક કરી શકો અથવા આપની નજીકની ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (પોસ્ટ ઓફીસ) નો સંપર્ક કરીને આધાર લીંક બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. ૩.ઇ- કે.વાય.સી. કરાવવા માટે આપના ગામના ગ્રામ સેવકનો સંપર્ક કરવો અથવા આપના ગામના વિ.સી.ઇ.નો સંપર્ક કરીને કરી શકો. આ માટે લાભાર્થીએ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર તેમજ રૂબરૂ હાજરી જરૂરી રહેશે. વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ અથવા તાલુકા પંચાયત ખાતે ગ્રામ સેવકનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
જિલ્લામાં વાહનોના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે
મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE, GJ36 AG, GJ36 AH અને GJ36 AK તથા ફોર વ્હીલર માટે GJ36 AF, GJ36 AJ તથા GJ36 AL ઉપરાંત ટ્રાંસપોર્ટ વાહનો માટે GJ36 X GJ36 V તેમજ થ્રી વ્હીલર માટે GJ36 W સીરીઝ માટેના ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૨૫ થી શરૂ થનાર છે. તા.૨૫ થી તા.૨૭ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૨૭ થી તા.૨૯ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૨૯ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ જરૂરી કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે