ટંકારાના છતર ગામે ખેતરમાં મૂકવામાં આવેલ ત્રણ લાખના ટ્રેક્ટર-ટ્રોલીની ચોરી
SHARE








ટંકારાના છતર ગામે ખેતરમાં મૂકવામાં આવેલ ત્રણ લાખના ટ્રેક્ટર-ટ્રોલીની ચોરી
ટંકારા તાલુકાના છતર ગામે જીઆઇડીસી પાસે આવેલ પેપર બ્લોક બનાવવાના કારખાનામાં ઉપયોગમાં લેવામાં આવતું ટ્રેક્ટર અને ટ્રોલી કારખાના બાજુમાં આવેલ ખેતરમાં મૂક્યા હતા દરમિયાન રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ટ્રેક્ટર તથા ટ્રોલિની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ત્રણ લાખ રૂપિયાની કિંમતના વાહનની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જોડિયા તાલુકાના જસાપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામે ક્રિષ્ના સ્કૂલવાળી શેરીમાં આવેલ ઓમકાર પેલેસ બ્લોક નં-૬૦૨ માં રહેતા જયેશભાઈ અમરશીભાઈ પનારા જાતે પટેલ (૪૭)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. ૨૭/૪ ના સાંજના સાત વાગ્યાથી લઈને તા. ૨૮/૪ ના સવારના આઠ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેમણે ટંકારા તાલુકાના છતર ગામે જીઆઇડીસી પાસે આવેલ તેઓના પેવાર બ્લોક બનાવવાના કારખાનામા ઉપયોગમાં લેતા ટ્રેકટર અને ટ્રોલિને તે કારખાનાની બાજુમાં આવેલ ખેતરે મૂક્યા હતા ત્યારે ફરિયાદીની માલિકીનું ટ્રેક્ટર નંબર જીજે ૩૬ એસી ૯૫૪૩ જેની કિંમત અઢી લાખ રૂપિયા તથા ટ્રેક્ટરની ટ્રોલી જેની કિંમત ૫૦,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ત્રણ લાખ રૂપિયાની કિંમતનું વાહન ત્યાંથી રાતના સમયે કોઇપણ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાન દ્વારા પોતાની જાતે ટ્રેક્ટર અને ટ્રોલીને શોધવા માટે થઈને શોધખોળ કરવામાં આવી હતી જો કે, ટ્રેક્ટર અને ટ્રોલીનો કોઈ જગ્યાએથી પતો લાગ્યો ન હતો માટે હાલમાં તેને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની એસએમે ચોરીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આર.એન. કંજારિયા ચલાવી રહ્યા છે
ચાર બીયરના ટીન
વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી બીયરના ચાર ટીન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૦૦ ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સાગરભાઇ શામજીભાઈ સોલંકી જાતે કોળી (૨૧) રહે. જીનપરા શેરી નં-૧૩ રામજી મંદિર પાસે વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેની પાસેથી મળી આવેલ બિયરના ટીન તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

