મોરબીની OSEM- GSEB સ્કૂલ દ્વારા યોજાયો ભવ્ય Expo Vista 2024 કાર્યક્રમ યોજાયો વોટર રોકેટ ઉડાડવામાં મોરબીની સાર્થક શાળા સમગ્ર રાજ્યમાં પ્રથમ ત્રણ ક્રમે વાંકાનેરમાં ગાળો દેવાનો ખાર રાખીને મિત્રએ જ કરી મિત્રની હત્યા: પોલીસ-પરિવારને ગુમરાહ કરવા માટે લાશને ચેકડેમમાં ફેંકી દીધી મોરબીના ટિંબડી ગામના પાટિયા પાસેથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીના પંચાસર ગામે વાડીએ ઝેરી દવા પી યુવાને કર્યો આપઘાત મોરબી નજીક સેન્ટ્રો ગાડીમાંથી 75 બોટલ દારૂ ઝડપાયો, 1.46 લાખનો મુદામાલ કબજે: આરોપીની શોધખોળ હળવદના જુના દેવળળીયા ગામે કપાસના વાવેતરમાં ખાડો ખોદતાં બીયરના 35 ટીન નીકળ્યા: આરોપીની શોધખોળ માળીયા (મી)ના ગુલાબડી વિસ્તારમાં મીઠાના કારખાને જવા માટેના રસ્તા બાબતે સામસામે મારા મારી: બંને પક્ષેથી ફરિયાદ નોંધાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં મકરાણીવાસના ઢાળિયા પાસે જુગાર રમતા ત્રણ શખ્સની ૧૦,૮૪૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE











મોરબીમાં મકરાણીવાસના ઢાળિયા પાસે જુગાર રમતા ત્રણ શખ્સની ૧૦,૮૪૦ ની રોકડ સાથે ધરપકડ

મોરબીમાં મકરાણીવાસના ઢાળિયા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦,૮૪૦ ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીમાં મકરાણીવાસમા નદીના ઢાળિયા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા આસિફભાઇ રફિકભાઈ મકરાણી જાતે બ્લોચ (૩૪), ઈકબાલ ગનીભાઈ દાવલિયા જાતે પીંજારા (૨૭) અને હશનભાઇ અલ્તાફભાઇ બ્લોચ જાતે મકરાણી (૩૯) રહે. બધા મકરાણીવાસ રામઘાટ પાસે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસે તેની પાસેથી ૧૦,૮૪૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

એસિડ પી લીધું

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ બાપા સીતારામ હોટલ પાસે મેગાસિટી વિટ્રીફાઈડ નામના કારખાનામાં રહેતા રેસમાબેન બ્રિજેશભાઈ વર્મા (૨૧) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ પીએસઆઇને સોંપવામાં આવેલ છે અને મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે

મારામારીમાં ઇજા

મોરબીના રોહીદાસપરા શેરી નં-૩ માં રહેતા જયેશભાઈ મોતીભાઈ કાઠીયા (૪૫) નામના યુવાનને રેલ્વે સ્ટેશન પાછળ વીસીપરા વિસ્તારમાં ઘર પાસે પાડોશી સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મારામારી થઈ હતી અને મારામારીના આ બનાવમાં ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ જે.જે. લાવડીયા દ્વારા કરવામાં આવેલ છે






Latest News