મોરબીમાં ઝૂલતા પુલ તૂટતાં 135 લોકોનો ભોગ લેવાયો તે દુર્ઘટનાની આજે ત્રીજી વરસી: તંત્રની અક્ષમ્ય બેદરકારીના છતાં હજુ ન્યાય ઝંખતા પરિવારો મોરબીમાં પીજીવીસીએલના ગ્રાઉન્ડમાંથી મેટલ પાર્ટ અને પિત્તળના નટબોલની ચોરી કરવા ઘૂસેલ શખ્સ રંગેહાથે પકડાયો વાંકાનેરના માટેલ ગામે ખોડીયાર સોસાયટી પાછળથી બાઈકની ઉઠાંતરી મોરબીના ઘૂટું પાસેથી 3 બોટલ દારૂ સાથે બે પકડાયા: માળીયા નજીકથી 1700 લિટર આથો-60 લિટર દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ હળવદના માથક ગામ પાસે કુતરૂ આડુ અવતાર ત્રીપલ સવારી બાઈક ઝાડ સાથે અથડાયું, એક યુવાનનું મોત: બેને ઇજા મોરબીના રફાળેશ્વર અને જાંબુડીયા વચ્ચે સર્વિસ રોડ ઉપર ટ્રક ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા બે યુવાનોના મોત મોરબીની પાવડીયાળી ચોકડી નજીક ચાર રીક્ષાને હડફેટ લઈને બે રાહદારી યુવાનના મોત નિપજાવનાર ડમ્પર ચાલક સામે હવે ગુનો નોંધાયો મોરબીની રાજપર ચોકડી પાસે 5 દુકાનો સહિત 18 ગેરકાયદે બાંધકામો તોડી પડતી મહપાલિકા
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્કલ નજીક છોટા હાથીના ચાલકે સાઇકલને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE



























મોરબીમાં ઉમિયા સર્કલ નજીક છોટા હાથીના ચાલકે સાઇકલને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીમાં ઉમિયા સર્કલથી અવની ચોકડી તરફ જવાના રસ્તા ઉપરથી યુવાન સાયકલ લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે છોટા હાથીના ચાલકે તેની સાયકલને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં તેના પિતરાઈ ભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હિમાચલ પ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબીની અવની ચોકડી પાસે આવેલ મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે કામ કરતા અને ત્યાં પાર્કિંગમાં ઓરડીમાં રહેતા રમણસિંહ હરિસિંહ જાતે નેપાળી (૨૪) નામના યુવાને છોટા હાથી નંબર જીજે ૩૬ વી ૨૬૧૧ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીમાં ઉમિયા સર્કલથી અવની ચોકડી તરફ જવાના રસ્તા ઉપર ખોડિયારનગરના નાકા પાસેથી તેનો કાકાનો દીકરો કેશવસિંગ ગોમસિંગ નેપાળી (૧૯) સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે છોટા હાથીના ચાલકે તેની સાયકલને હડફેટે લીધી હતી જેથી કરીને ફરિયાદીના કાકાના દીકરાને પેટ અને પીઠના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને ઇજા પામેલ હાલતમાં તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલા યુવાનના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

ઝેરી પાઉડર પીધો

મોરબી નજીકના લીલાપર ગામે રહેતો સુનિલ બાલચંદ વાદી (૩૦) નામનો યુવાન કોઈ અગમ્ય કારણોસર ઝેરી પાવડર પી ગયો હતો જેથી કરીને તેને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે

બાઇક અથડાયા

મોરબી તાલુકાના આમરણ પાસે જામનગર રોડ ઉપર રહેતા ઇસ્માઈલભાઈ મકબુલભાઈ મોવર (૨૨) નામનો યુવાન બાઈક લઈને આમરણ ટોલનાકા નજીકથી જતો હતો ત્યારે અન્ય બાઇક સાથે બાઇક અથડાયું હતું જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી






Latest News