મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ ૨૪.૦૯ લાખની વિડ્રો કરી લેનારા બે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ: મોરબીમાંથી બે બાઇકની ચોરી મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત: મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા એસએમસીના ધામા: ટંકારાના બંગાવડી પાસેથી 3072 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા, રાજકોટના બે સહિત 8 ની શોધખોળ મોરબીના યુવાન અને તેના મિત્રો સાથે વિદેશ ટુરની ફેમિલી ટિકિટના નામે 15.47 લાખની છેતરપિંડી વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત આમ કેમ કહેવું સલામતીની સવારી એસટી અમારી: મોરબી નજીક ટ્રેક્ટર લોડરમાં એસટીની બસ ધડાકાભેર અથડાઈ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની ૧૦,૫૦૦ ના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ


SHARE











મોરબીના રવાપર ગામે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની ૧૦,૫૦૦ ના મુદામાલ સાથે ધરપકડ: એકની શોધખોળ

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર થીમ હાઈટની બહાર પાર્કિંગમાં ક્રિકેટ સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઓનલાઈન ક્રિકેટ મેચ જોઈને હરજીતનો ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે મોબાઈલ તથા રોકડ મળીને ૧૦,૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રાજકોટના એક શખ્સનું નામ સામે આવ્યું હોય હાલમાં પોલીસે બે શખ્સની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ થીમ હાઈટની બહારના ભાગમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી ત્યારે ઓનલાઇન એપ્લિકેશનમાં આઈપીએલની મેચનો લાઇવ સ્કોર જોઈને તેના ઉપર રનફેરનો જુગાર રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે તેની પાસેથી ૨૫૦૦ ની રોકડ તથા ૮૦૦૦ ની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૧૦,૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી વિનયભાઈ મગનલાલ મહેતા જાતે જૈન વાણીયા (૫૫) રહે. રવાપર ઘૂનડા રોડ ફ્લોરા ૧૫૮ ની સામે આવેલ રંગ ધરતી પાર્ક થીમ હાઈટ ફ્લેટ નંબર ૪૦૧ વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી રાજકોટના ડી.કે.  ભાઈનું નામ સામે આવ્યું હોય પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક સ્લીપ
વાંકાનેરનો રહેવાસી અયુબ અબ્દુલભાઈ (૧૬) નામનો તરુણ મોરબીમાં ત્રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઈક સ્લીપ થવાના કારણે તેને પગમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે

ઝેરી દવા પી લીધી
મોરબી તાલુકાના જીવાપર ચકમપર ગામે રહેતા બાબુ શીવાભાઈ કાલરીયા (૬૫) નામના વૃદ્ધે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી






Latest News