મોરબીમાં રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ, સ્કૂલબેગનું વિતરણ કરાશે
Morbi Today
જૂનાગઢના દામોદર કુંડમાં મોરબીના ૨૫ બિનવારસીઓના અસ્થિઓનું વિસર્જન કરાયું
SHARE
જૂનાગઢના દામોદર કુંડમાં મોરબીના ૨૫ બિનવારસીઓના અસ્થિઓનું વિસર્જન કરાયું
મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી દર્દીઓની સેવા કરનારા સામાજિક કાર્યકર હસીનાબેન લાડકા તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારના વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી ટ્રસ્ટના સેવાભાવી યુવાન દ્વારા ૨૫ જેટલા બિનવારસી અસ્થિઓનું જૂનાગઢમાં આવેલ દામોદર કુંડમાં હિન્દુ ધાર્મિક વિધિ મુજબ શાસ્ત્રોક વિધિ સાથે સામૂહિક વિસર્જન તા ૨૩ ના રોજ કરાયું હતું. ત્યારે હસીનાબેન લાડકા, બસીરભાઈ લાડકા અને પંચમુખી ટ્રસ્ટના સેવાભાવી યુવાન વિશ્વરાજસિંહ જાડેજા મોરબીથી ૨૫ બિનવારસી અસ્થિઓ લઈને જૂનાગઢના દમો કુંડ ખાતે પહોચ્યા હતા અને ત્યારે અસ્થિઓનું સામૂહિક વિસર્જન કર્યું હતું સાથોસાથ હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે