જૂનાગઢના દામોદર કુંડમાં મોરબીના ૨૫ બિનવારસીઓના અસ્થિઓનું વિસર્જન કરાયું
મોરબીના રફાળેશ્વર ગામે ઇન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગિરી હાથ ધરાઇ
SHARE
મોરબીના રફાળેશ્વર ગામે ઇન્ડોર રેસિડયૂલ્સ સ્પ્રેની કામગિરી હાથ ધરાઇ
આગામી દિવસોમાં વરસાદની સિઝન શરૂ થવાની હોય ત્યારે એ સમય દરમ્યાન મચ્છરનો ઉપદ્રવ વધી જતો હોય છે જેના થી લોકોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગો થવાની શક્યતાઓ ખુબજ વધી જતી હોય છે. જેના નિવારણ માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. વિપુલ કારોલિયાની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરમાં એમ.ઓ. ડો. દર્શન ખત્રીના માર્ગદર્શન હેઠળ મેલેરિયાગ્રસ્ત ગામોમાં IRS (ઇન્ડોર રેસિડયૂઅલ્સ સ્પ્રે) ની કામગીરી આયુષ્યમાન આરોગ્ય મંદિર જોધપર(નદી) ના તાબાના ગામો કરવામાં આવી હતી. ત્યારે લાલપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સુપરવાઇઝર દીપકભાઈ વ્યાસ, દિલીપભાઈ દલસાનિયા, જયેશભાઇ ચાવડા જોડાયા હતા