મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીના વાવડી રોડે વીજ કંપનીની ગંભીર બેદરકારી


SHARE







મોરબીના વાવડી રોડે વીજ કંપનીની ગંભીર બેદરકારી

મોરબી શહેર અને જીલ્લામાં વીજ કંપની દ્વારા રિપેરિંગ માટે ગમે ત્યાર પાવર સપ્લાઈ બંધ રાખવામા આવે છે તો પણ ઘણી જગ્યાએ લોકોના જીવ માટે ગમે ત્યારે જોખમ ઊભું થાય તેવી ગંભીર બેદરકારી સામે આવતી હોય છે આવો જ એક બનાવ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સોમૈયા સોસાયટી પાસે સામે આવ્યો છે જેમાં વીજ કંપની દ્વારા મૂકવામાં આવેલ ટીસીમાં મૂકવામાં આવેલ ફ્યૂઝની પેટીનું ઢાંકણુ જ નથી અને તે ખુલ્લા જ પડ્યા છે આ ટીસીની બાજુમાં જ સ્કુલ આવેલ છે જેથી કઈ નાના બાળક માટે આ બેદરકારી ગમે ત્યારે જીવલેણ બની શકે છે આવી જ રીતે ઘણી જગ્યાએ લટકતા મીટર અને વાયર પણ જોવા મળે છે જે આગામી ચોમાસામાં શૉટ સર્કિટ થવાથી લોકોના જીવ ઉપર જોખમ ઊભું થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ત્યારે આ જગ્યાએ કોઈ અકસ્માત ન બને તે માટે ઢાંકણા નાખવા માટે જીઈબીને તા ૧૫/૫/૨૪ ના રોજ લેખીત ફરીયાદ કરવામાં આવે છે જેથી કરીને વીજ કંપનીના કર્મચારીઓ ત્યાં આવ્યા હતા અને કોઈ કામ કર્યા વગર જતાં રહેલ છે અને આનુ કઈ ન થાય તેમ કહ્યું હતું ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ બેદરકારીના લીધે કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે






Latest News