મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી નજીક બાઇકને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલક પકડાયો


SHARE

















મોરબીના ટીંબડી નજીક બાઇકને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલક પકડાયો

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે પરમેશ્વર કાંટા નજીક બાઈક લઈને પસાર થઈ રહેલા વૃદ્ધના બાઇકને ટ્રક ચાલકે હડફેટ લીધું હતું જેથી કરીને વૃદ્ધને ગંભીર ઇજા થઈ હોવાથી તેમનું મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.જોકે ભોગ બનેલા વૃદ્ધના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો હતો જે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવેલ છે.

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૂળ જૂના નાગડાવાસ ગામના રહેવાસી અને હાલમાં જસદણ તાલુકાના વીરનગર ખાતે રહેતા નારણભાઈ મેણંદભાઈ કુવાડીયા જાતે આહિર (૪૪) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે ૩૬ વી ૯૯૨૪ ના ચાલક સામે ફરિયાદ નોંધાવીને જણાવ્યુ છે કે, ગત તા.૧૬-૫ ના રોજ સવારે ૬ વાગ્યાના અરસામાં જૂના નાગડાવાસ ગામેથી તેઓના પિતા મેણંદભાઈ રવાભાઈ કુવાડીયા (૬૭) પોતાનું બાઈક નંબર જીજે ૬ ડીઇ ૯૫૯૩ લઈને મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે મોરબી માળિયા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે પરમેશ્વર કાંટા સામે રામદેવ હોટલ નજીક રોડ ઉપર તેઓના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી.જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવ બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જેથી કરીને મૃતકના દીકરાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ટ્રક ચાલક ગોવિંદભાઈ રાણાભાઇ વાઘેલા (ઉમર ૪૫) રહે. રફાળેશ્વર-પાનેલી રોડ પાણીના ટાંકા પાસે રફાળેશ્વર ગામ તા.જી. મોરબી ની ઉપરોક્ત અકસ્માત બનાવમાં ધરપકડ કરી હતી.આ કેસની આગળની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.એલ.ઝાલા તેમજ રાઇટર સંજયભાઇ લકુમ ચલાવી રહ્યા છે.

ઉંચી માંડલ પાસે વાહન અકસ્માતમાં ચારને ઈજા-રાજકોટ ખસેડાયા

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ચાર લોકોને ઈજા થતા મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના હળવદ રોડ ઉપર ગત તા.૨૦-૫ ના રાત્રી દરમિયાન નેક્સીઓન સીરામીક પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં અમોલ હીરાલાલ (ઉમર ૨૦) રહે.ઉંચી માંડલ, મકરધ્વજ (ઉમર ૨૩) રહે.ઉત્તરપ્રદેશ, સુનિલકુમાર બાબુલાલ પ્રજાપતિ (ઉમર ૧૯) રહે.માંડલ તથા એક અજાણ્યો પચ્ચીસેક વર્ષનો યુવાન એમ ચાર યુવકોને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.હોસ્પીટલેથી યાદી આવતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા હાલ બનાવની નોંધ કરીને બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ હાથ ધરેલ છે.




Latest News