રાજકોટ ગેમઝોનના દિવંગતોને મોરબી બાર એસો.ના વકીલોએ આપી શ્રદ્ધાંજલિ
રાજકોટ ગેમઝોનની ઘટનામાં માનવવધનો ગુનો દાખલ કરો: મોરબી જિલ્લા માનવ અધિકાર એસો.ની માંગ
SHARE
રાજકોટ ગેમઝોનની ઘટનામાં માનવવધનો ગુનો દાખલ કરો: મોરબી જિલ્લા માનવ અધિકાર એસો.ની માંગ
મોરબી જીલ્લા માનવ અધિકાર એસો.ની ટીમ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં જણાવ્યુ છે કે, રાજકોટ ગેમઝોન માનવસર્જિત અગ્નિકાંડ છે જેમાં નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે આ દુર્ઘટનાની સચોટ અને નિષ્પક્ષ તપાસ કરાવી અને જે જવાબદાર વ્યક્તિ હોય તેના પર માનવવધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં બીજી વખત આવી દુર્ઘટના ન બને. ત્યારે મોરબી જિલ્લા મહામંત્રી હિતેશભાઈ ભટ્ટએ જણાવ્યું હતું કે, જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો માનવ અધિકાર એસો. દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને આ તકે હિતેશભાઈ ભટ્ટ, દિલીપભાઈ ડાંગર, વિજયભાઈ ચાવડા નિકુંજભાઈ ઘેટીયા, વિજયભાઈ ડાંગર, અસલમભાઇ શેખ, ગોપાલભાઈ સીતાપરા, ધનજીભાઈ શંખેસરીયા વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા