રાજકોટ ગેમઝોનની ઘટનામાં માનવવધનો ગુનો દાખલ કરો: મોરબી જિલ્લા માનવ અધિકાર એસો.ની માંગ
મોરબીના જૂના રફાળેશ્વર રોડે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના જૂના રફાળેશ્વર રોડે પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાનાં જુના રફાળેશ્વર રોડ ઉપર આવેલ ડમ્પિંગ યાર્ડ ની સામે તળાવમાં કોઈ અજાણ્યો માણસ ડૂબી ગયેલ છે તેવો મોરબી ફાયર કંટ્રોલરૂમમાં કોલ આવેલ હતો જેથી કરીને સવારે સાડા દસ વાગ્યાથી મોરબી ફાયરની ટિમ ત્યાં પાણીમાં શોધખોળ કરી રહી હતી અને સાત કલાકની ભારે જહેમત બાદ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના જવાનોએ ડેડબોડીને પાણીમાંથી બહાર કાઢેલ છે અને હાલમાં તે બોડીને મોરબી સિવિલે ખસેડવામાં આવેલ છે અને પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિ આજુબાજુના કારખાનામાં કામ કરતો કોઈ અજાણ્યો માણસ છે તેની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે