મોરબીમાં સ્પાની આડમાં કૂટણખાનના કેસમાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો
SHARE
મોરબીમાં સ્પાની આડમાં કૂટણખાનના કેસમાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા સ્પામાં રેડ કરી હતી ત્યારે કૂટણખાનું ચાલુ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો જે કેસમાં પકડાયેલ આરોપીની જામીન માટેની અરજી વકીલ મારફતે કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે આરોપીને જામીન મુક્ત કરેલ છે
મોરબી સીટી એ ડિવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ હતી કે, આ કામના આરોપીએ પોતાના કબજા ભોગવટા વાળા આનંદા ફેમીલી સ્પામાં બીજા આરોપીને મદદ માટે રાખી ગેરકાયદેસર રીતે દેહવ્યપારના લાયસન્સ વગર બહારથી સ્ત્રીઓને બોલાવી સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક શરીરસુખ માણવા માટે સગવડો પુરી પાડી ગુનામાં એકબીજાને મદદગારી કરી કુટણખાનુ ચલાવી રેઈડ દરમ્યાન હાજર મળી આવેલ છે. તથા આરોપીઓની અંગજળતી દરમ્યાન મુદામાલ સાથે મળી આવતા પોલીસે આરોપીની અટક કરી હતી અને મોરબીની એડી. ચીફ જયુડી. કોર્ટમાં રીમાંડ સાથે રજુ કરતા આરોપીને રીમાંડ મંજુર કરીને બાદમાં તેને જયુડીશીયલ કસ્ટડીમાં જેલ હવાલે કરેલ હતા જે આરોપીના જામીન માટે મોરબીના વકીલ દીલીપભાઈ અગેચાણીયા મારફતે જામીન મેળવવા મોરબીના ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દેવધરા સાહેબની કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી.
આ જામીન અરજીના કામે બન્ને પક્ષે કાયદાકીય દલીલ કરેલ હતી અને આ આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આવો કોઈ ગુનો કરેલ નથી. તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કરીને જણાવેલ કે કોર્ટે ગુનાની ગંભીરતા અને તેનો નેચર જોવો જોઈએ બન્ને બાજુની બેલેન્સનું ધ્યાન રાખવું જોઈએ. બન્ને પક્ષની તમામ દલીલોને ધ્યાને લઈ અને સુપ્રીમ કોર્ટએ આપેલ જજમેન્ટ ધ્યાને લઈ આરોપી પક્ષના એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાની દલીલ માન્ય રાખી આરોપી રાહુલભાઈ ગોરધનભાઈ બારૈયાને જામીન પર છોડવાનો હુકમ કરેલ છે આ કામમાં આરોપી તરફે દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી.સોલંકી, હીતેશ પરમાર, રવી ચાવડા, કુલદીપ ઝીંઝુવાડીયા રોકાયેલા હતા.