મોરબીમાં સ્પાની આડમાં કૂટણખાનના કેસમાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો
મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા દંત યજ્ઞ યોજાયો
SHARE
મોરબીમાં જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા દંત યજ્ઞ યોજાયો
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી, શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, મોરબી ડીવાઈન ચેરીટેબલ ફોર હેલ્થએન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે દંત યજ્ઞ અને બત્રીસી માટે કેમ્પ યોજાયો હતો. લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા રણછોડનગર કષ્ટભંજન હનુમાનજી મંદિર નવલખી રોડ મોરબી ખાતે જાહેર જનતાના લાભાર્થે આયુર્વેદની ઉત્તમ જાલંધર બંધ પધ્ધતિથી લાભાર્થીઓના હલતા દાંત તેમજ પેઢામાં થતાં દુઃખાવા માટે ઈન્જેકશન વગર સારવાર કરવામાં આવી અને હલતા કે દુઃખતા દાત કાઢી આપવામાં આવ્યા હતા આ દંત યજ્ઞ કેમ્પમાં કુલ ૫૦ લાભાર્થીઓએ લાભ લીધો હતો જેમાં ચૌદ લાભાર્થીઓને વિનામુલ્યે દાંતની બત્રીસી બનાવી આપવામાં આવશે. આ કેમપના મુખ્ય દાતાઓ ઠકરાર ફેમિલી યુ.કે. તથા શ્રી ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબીના સંયુક્ત આર્થિક સહયોગથી યોજાયો હતો. ત્યારે લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી ત્રિભોવનભાઈ ફુલતરિયા સહિતના હાજર રહ્યા હતા અને આ કેમ્પને સફળ બનાવવા માટે સાંઈ મંદિરના મહંત સહિતના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ ટી.સી. ફૂલતરીયાએ જણાવ્યુ છે









