મોરબીના ગાળા ગામ પાસે કારખાનામા સેડ ઉપરથી નીચે પડતાં આધેડનું મોત
SHARE
મોરબીના ગાળા ગામ પાસે કારખાનામા સેડ ઉપરથી નીચે પડતાં આધેડનું મોત
મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા આધેડ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામની સીમમાં આવેલા સિરામિક કારખાનામાં સેડ ઉપર કામ કરતા હતા દરમિયાન ઉપરથી નીચે પડતા તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલો ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મહાદેવભાઇ કનુભાઈ પાટડીયા (૫૫) નામના આધેડ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ગાળા ગામની સીમમાં કેપટ્રોન સીરામીક કારખાનામાં શેડમાં કામ કરતા હતા ત્યારે ઉપરથી નીચે પટકાવાના કારણે તે આધેડને ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્મૃત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે









