મોરબી જીલ્લામાં વિદેશી દારૂની ત્રણ રેડ: ૮૩ બોટલ દારૂ-૩૭ બીયર સાથે ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ
મોરબીમાંથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સની ધરપકડ
SHARE
મોરબીમાંથી દેશી બનાવટના તમંચા સાથે એક શખ્સની ધરપકડ
મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ મદીના સોસાયટી સેવન સરકાર દુકાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આ શખ્સની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ મદીના સોસાયટીમાં સેવન સરકાર દુકાન સામેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો તેની ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૫૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી વસીમ અનવરભાઈ માલાણી જાતે મિયાણા (૨૫) રહે. સામાકાંઠે કાંતિનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ખાસ કરીને આ શખ્સ પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે રાખતો હતો તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે